વાંકાનેરના ખાનપર ગામે પ્રેમપ્રકરણમાં યુવાનના પિતાએ કરી યુવતીના દાદાની હત્યા, 8 આરોપીની ધરપકડ હળવદમાં સ્પાની આડમાં કૂટણખાનું: 35 હજારના મુદામાલ સાથે 1 ઝડપાયો મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરનારા આરોપીને 20 વર્ષની સખ્ત કેદ સજા ફટકારતી કોર્ટ મોરબીના ઘુંટુ પાસેનો બનાવ : ટ્રેલર ચાલકે અચાનક બ્રેક મારતા એકટીવા અથડાયું, યુવાનનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ લડત કરી ચોરાયેલ બાઇકનો વિમો અપાવ્યો મોરબી જિલ્લામાંથી પસાર થઈને માતાના મઢે દર્શન કરવા જતાં યાત્રીઓ માટે ઠેરઠેર સેવા કેમ્પ કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા દીર્ઘાયુષ્ય સેવા સંકલ્પ પદયાત્રાનું શરૂ મોરબી જિલ્લામાં કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ સેવાના ૯ વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં ઉજવણી, ત્રીસ હજાર કરતા પણ વધુ અબોલ પશુની સારવાર કરવામાં આવી
Breaking news
Morbi Today

વાંકાનેરના ગુંદાખડા ગામે માલઢોર ચરાવવા ગયેલા યુવાન સહિત બે વ્યક્તિને પાંચ શખ્સોએ માર માર્યો


SHARE











વાંકાનેરના ગુંદાખડા ગામે માલઢોર ચરાવવા ગયેલા યુવાન સહિત બે વ્યક્તિને પાંચ શખ્સોએ માર માર્યો

વાંકાનેરના ગુંદાખડા ગામે રહેતો યુવાન માલ ઢોર ચડાવવા માટે થઈને તળાવ પાસે ગયો હતો જે તે જ ગામમાં રહેતા શખ્સોને સારું નહીં લાગતા તેઓએ તે યુવાનને ગાળો આપી હતી અને લાકડી વડે ડાબા હાથના કાંડા અને ગળાના ભાગે માર મારીને ઇજા કરી હતી તેમજ તે યુવાનની સાથે રહેલા વ્યક્તિને પણ ગાળો આપીને લાકડી અને પાઇપ વડે જમણા પગે તથા ડોકના ભાગે માર મારીને ઇજા કરી હતી જેથી ઈજાગ્રસ્તોને સારવારમાં લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને પાંચ શખ્સોની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના ગુંદાખડા ગામે ભરવાડ વાસમાં રહેતા કરમણભાઇ ખીમાભાઈ બાંભવા જાતે ભરવાડ (૪૫) એ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પોપટભાઈ કરમશીભાઈ સાપરા, ભકાભાઇ પોપટભાઈ, વિહાભાઇ માધાભાઈ સાપરા, રવજીભાઈ પોપટભાઈ સાપરા અને દર્શનભાઈ ચોથાભાઈ સાપરા રહે. બધા ગુંદાખડા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, ગુંદાખડા ગામે તેઓ પોતાના માલ ઢોર ચડાવવા માટે તળાવ પાસે ગયા હતા જે આરોપીઓને સારું નહીં લાગતા તેઓએ ફરિયાદીને ગાળો આપી હતી અને ત્યારબાદ લાકડી વડે તેને ડાબા હાથમાં તથા ગળાના ભાગે માર મારીને ઇજા કરી હતી તેમજ તેની સાથે રહેલા રણછોડભાઈને ગાળો આપીને લોખંડના પાઇપ અને લાકડી વડે જમણા પગે માર માર્યો હતો તથા ડોકના ભાગે ઇજા કરી હતી જેથી બંને ઈજાગ્રસ્તોને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ કરમણભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે પાંચ શખ્સોની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News