મોરબીના રોહિદાસપરામાંથી ગુમ થયેલ મહિલા જાતે હેમખેમ ઘરે પરત આવી ગઈ
મોરબીના આમરણ ગામે અજાણી કારના ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ ચાર વર્ષનો બાળક સારવારમાં
SHARE
મોરબીના આમરણ ગામે અજાણી કારના ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ ચાર વર્ષનો બાળક સારવારમાં
મોરબી નજીકના આમરણ ગામે રહેતા બાળકને અજાણી કારના ચાલકે અડફેટ લીધો હતો જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવવામાં બાળકને માથાના ભાગે ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનવાની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
બનાવી જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના આમરણ ગામે રહેતા અમિત દિલીપભાઈ (૪) નામના બાળકને કોઈ અજાણી કારના ચાલકે હડફેટે લીધો હતો જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં અમિતને માથાના ભાગે ઇજા થઈ હોવાથી ઇજાગ્રસ્ત હાલતમાં તેને મોરબી શહેરમાં આવેલ આયુષ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે અકસ્માતાના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરજા બજાવતા ફિરોજભાઈ સુમરા ચલાવી રહ્યા છે
મહિલા સારવારમાં
મોરબી શહેરના શનાળા રોડ ઉપર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા શુકલ ખુશ્બુબેન જીતેન્દ્રભાઈ (૨૯) નામની મહિલા બાઇકમાંથી મોરબીના સનાડા રોડ ઉપર માર્કેટયાર્ડ સામેથી પસાર થઈ રહી હતી ત્યારે બાઈકમાંથી નીચે પટકાતાં તેને ઇજાઓ થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી
યુવતીને ઇજા
મોરબી શહેરના વજેપર શેરી નં-૧૨ માં રહેતા મીનાક્ષીબેન અશ્વિનભાઈ કંઝારીયા (૧૮) નામની યુવતીને મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્તને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરજાવતા હરેશભાઈ ચાવડા ચલાવી રહ્યા છે
બાઇક સ્લીપ
મોરબી તાલુકાના અમરાપર નાગલપર ગામે રહેતા મહેશભાઈ વાલજીભાઈ રૂદાતલા જાતે કોળી (૫૮) નામના વૃદ્ધ બાઈક લઈને રાજપર તરફ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં હનુમાન મંદિર પાસે અકસ્માતે બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને અકસ્માતના બનાવમાં મહેશભાઈને ઇજાઓ થઇ હોવાથી ઇજાગ્રસ્તને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે









