વાંકાનેરના ખાનપર ગામે પ્રેમ પ્રકરણમાં યુવાનના ઘર ઉપર યુવતીના પિતા સહિત 8 શખ્સોએ કર્યો હુમલો ​​​​​​​મોરબીમાં કલર કામ કરતાં સમયે વૃદ્ધ અને ગર્લ્સ હોસ્ટેલમાં બેડ ઉપરથી નીચે પડી જતાં વિદ્યાર્થિનીનું મોત ટંકારાના જબલપુર ગામે માતાએ પોતાના કામ જાતે કરવા ઠપકો આપતા સગીરાએ કૂવામાં ઝંપલાવીને કર્યો આપઘાત વાંકાનેરના ખાનપર ગામે પ્રેમપ્રકરણમાં યુવાનના પિતાએ કરી યુવતીના દાદાની હત્યા, 8 આરોપીની ધરપકડ હળવદમાં સ્પાની આડમાં કૂટણખાનું: 35 હજારના મુદામાલ સાથે 1 ઝડપાયો મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરનારા આરોપીને 20 વર્ષની સખ્ત કેદ સજા ફટકારતી કોર્ટ મોરબીના ઘુંટુ પાસેનો બનાવ : ટ્રેલર ચાલકે અચાનક બ્રેક મારતા એકટીવા અથડાયું, યુવાનનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ લડત કરી ચોરાયેલ બાઇકનો વિમો અપાવ્યો
Breaking news
Morbi Today

મોરબીમાં રસોઈ બનાવતા સમયે દાઝી ગયેલ મહિલા વધુ સારવાર માટે રાજકોટ ખસેડાઇ


SHARE











મોરબીમાં રસોઈ બનાવતા સમયે દાઝી ગયેલ મહિલા વધુ સારવાર માટે રાજકોટ ખસેડાઇ

મોરબીના સામાકાંઠે ઉમા ટાઉનશીપના સામેના ભાગે આવેલા અરૂણોદયનગર વિસ્તારમાં રહેતી ૩૫ વર્ષીય મહિલા તેઓના ઘરે વહેલી સવારે રસોઇ બનાવતા સમયે દાઝી ગયા હતા અને તેમને મોરબીથી વધુ સારવાર માટે રાજકોટ લઇ જવામાં આવ્યા છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના સામાકાંઠે અરૂણોદયનગર વિસ્તારમાં ઉમા ટાઉનશીપના સામેના ભાગે રહેતા કારમલબેન એડમીનભાઈ નામની ૩૫ વર્ષીય ખ્રીસ્ચન મહિલા વહેલી સવારે ૬:૩૦ વાગ્યાના અરસામાં તેઓને ઢોસાનો ધંધો હોય રસોઈ બનાવી રહ્યા હતા ત્યારે નવા લીધેલા મશીનમાં દાઝી ગયા હતા.જેથી મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને બાદમાં વધુ સારવાર માટે હાલ રાજકોટ ખસેડાયા હોવાનું જાણવા મળેલ છે.આ બાબતે હોસ્પિટલ તરફથી જાણ કરાતા હાલ બી ડિવિઝન પોલીસ મથકના વાલભા ચાવડા દ્વારા બનાવની નોંધ કરીને આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.

વધુમાં સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે મોરબીના સામાકાંઠે નટરાજ ફાટક પાસે રેલ્વે ફાટકે આવેલ જગ્યાએ અગાઉ કુટ્ટીભાઈ ઢોસાવાળા જાણીતા હતા અને તેઓની દીકરી કારમલબેન એડમીનભાઈ હાલ ઢોસાનો ધંધો કરતા હોવાથી વહેલી સવારે ઢોસા બનાવવા માટેની રસોઈ કરી રહ્યા હતા ત્યારે દાજી જવાથી હાલ રાજકોટ ખસેડાયા છે.

યુવતી સારવારમાં

મોરબીના માળિયા મીંયાણા તાલુકામાં આવેલા ચાંચાવદરડા ગામે રહેતી રામેશ્વરીબેન દિનેશભાઈ રાઠવા નામની ૧૭ વર્ષીય યુવતીને ચાંચાવદરડા ગામે કોઈ બાબતે થયેલા ઝઘડા બાદની મારામારીના બનાવમાં ઈજાઓ થવાથી સારવાર માટે અત્રેની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા અને ત્યાંથી બનાવની જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના વિ.કે.પટેલ દ્વારા પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી અને બનાવ માળીયા પોલીસ મથકની હદનો હોય આ અંગેની આગળની તપાસ માટે માળિયા પોલીસમાં જાણ કરવામાં આવી હતી.




Latest News