વાંકાનેરના ખાનપર ગામે પ્રેમ પ્રકરણમાં યુવાનના ઘર ઉપર યુવતીના પિતા સહિત 8 શખ્સોએ કર્યો હુમલો ​​​​​​​મોરબીમાં કલર કામ કરતાં સમયે વૃદ્ધ અને ગર્લ્સ હોસ્ટેલમાં બેડ ઉપરથી નીચે પડી જતાં વિદ્યાર્થિનીનું મોત ટંકારાના જબલપુર ગામે માતાએ પોતાના કામ જાતે કરવા ઠપકો આપતા સગીરાએ કૂવામાં ઝંપલાવીને કર્યો આપઘાત વાંકાનેરના ખાનપર ગામે પ્રેમપ્રકરણમાં યુવાનના પિતાએ કરી યુવતીના દાદાની હત્યા, 8 આરોપીની ધરપકડ હળવદમાં સ્પાની આડમાં કૂટણખાનું: 35 હજારના મુદામાલ સાથે 1 ઝડપાયો મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરનારા આરોપીને 20 વર્ષની સખ્ત કેદ સજા ફટકારતી કોર્ટ મોરબીના ઘુંટુ પાસેનો બનાવ : ટ્રેલર ચાલકે અચાનક બ્રેક મારતા એકટીવા અથડાયું, યુવાનનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ લડત કરી ચોરાયેલ બાઇકનો વિમો અપાવ્યો
Breaking news
Morbi Today

મોરબી : જુના અમરાપર શાળામાં વિસરાતી રમતોત્સવ યોજાયો


SHARE











મોરબી : જુના અમરાપર શાળામાં વિસરાતી રમતોત્સવ યોજાયો

આજના મોબાઇલ યુગમાં બાળકો મેદાની રમતોને બદલે મોબાઈલ ગેમ વધારે રમતા હોય છે. વિદ્યાર્થીઓમાં મેદાની રમત પ્રત્યે જાગૃતતા આવે તે માટે વિસરાતી રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.વિદ્યાર્થીઓને પહેલાની રમતો પ્રત્યે જાણ થાય તેમજ તે રમતો પ્રત્યે પોતાની અભિરુચિ કેળવે તે હેતુથી વિસરાતી રમતો રમાડવામાં આવી. શાળામાં વિદ્યાર્થીઓને લીંબુ-ચમચી, કોથળા દોડ,ત્રિ-પગી દોડ, સંગીત-ખુરશી, એક મિનિટની વિવિધ રમત, રસ્સા ખેંચ, સ્લો સાયકલ, ફુગ્ગા ફોડ, દેડકા દોડ જેવી રમતોમાં તમામ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો અને પોતાનું કૌશલ્ય બતાવ્યું હતું.આ શાળા રમતોત્સવનું માગૅદશૅન-આયોજન પ્રવીણભાઈ, અશ્વિનભાઈ, મગનભાઈ અને જિજ્ઞાસાબેન દ્વારા કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય વાઘેલા અમરશીભાઈના જણાવ્યા મુજબ વિદ્યાર્થીઓમાં ખેલદિલીની ભાવના વિકસે તે હેતુસર આ રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. વિજેતા ખેલાડીઓને પ્રોત્સાહક ઇનામ આપી બિરદાવ્યા હતા.




Latest News