હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

કડીથી મોરબી એસટી બસને લોકલ ચાલુ રાખવા માંગ ઉઠી


SHARE













કડીથી મોરબી એસટી બસને લોકલ ચાલુ રાખવા માંગ ઉઠી

મોરબી ખાતેથી અનેક એસટી બસો ચાલ છે અને અનેક ડેપોની બસ મોરબી થઈને ચાલતી હોય છે જેમાં અનેક બસો મોરબી ખાતે રાત્રી રોકાણ કરતી હોય છે જે પૈકી અગાઉ કડીથી મોરબી ચાલતી બસ જે અગાઉ લોકલ ચાલતી હતી તે બસને એક્સપ્રેસ બસ કરી નાખવામાં આવતા તે રાત્રિ રોકાણ કરતી નથી જેના લીધે મુસાફર જનતાને હેરાનગતિ થતી હોય મોરબીથી કડી અને કડીથી મોરબી ચાલતી એસયી બસને લોકલ બસ તરીકે ચાલુ રાખવામાં આવે તેવી માંગ લોકોમાંથી ઉઠી રહી છે.

હાલમાં કડી ડેપોની મોરબી આવતી લોકલ બસને છેલ્લા દસ દિવસથી એકસપ્રેસ બસ કરીને જામનગર સુધી લંબાવેલ છે જે વ્યાજબી નથી આ રૂટ ઉપર મોરબીથી કડી સુધીમાં વીસ જેટલા ગામડાને લાભ મળતો જે બંધ થઇ ગયેલ છે તેમજ આ વિસ્તારમાં કડી બાજુના ધણા કારીગરો મોરબી ખાતે ટાઈલ્સમાં કામ કરે છે જેને ઘણી જ રૂપયોગી હતી અને આ બસની આવક પણ સારી હતી પણ આ બસને જામનગર લંબાવવાથી આવક પણ ઘટી ગયેલ છે જે આ બાબતની માહીતી કડી ખાતેથી મળી રહી છે.

વધુમાં અન્ન અને નાગરિક પુરવઠાના પૂર્વ સલાહકાર પી.પી.જોશીએ જણાવેલ છે કે, આ બસને જામનગર જવા નીકળે ત્યારે મોરબીથી જામનગરની ત્રણ બસો છે જે પેરેલેલ થાય છે અને ખાલી જાય છે અને ખાલી આવે છે જેથી એસટી નિગમને ધણુ જ નુકશાન થાય છે અને મુસાફર જનતા પણ હેરાન થાય છે આ રીતે કોઈપણ જાતનું સંકલન કર્યા વગર એકસપ્રેસ બસ કરવી તે વ્યાજબી નથી.આ કડી-મોરબી બસ સેવા વીસ વર્ષથી ચાલે છે આ રીતે એકસપ્રેસ કરીને સ્થાનીક ગ્રામ્ય મુસાફરને હેરાન કરવા તે વ્યાજબી નથી આ રીતે આ વિસ્તારના મુસાફરોને હેરાન કરવા તે ધણી જ દુખદ બાબત છે. આ બસને મોરબીથી હળવદ સુધીમાં એક જ સ્ટોપ આપેલ છે જેથી મુસાફર લાભ લઈ શકતા નથી તો આ બસને ફરીથી કડી-મોરબી લોકલ બસ તરીકે ચાલુ રાખવા તેઓએ માંગ કરેલ છે. નહીતર આ વિસ્તારની જનતા ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરસે તેવુ જાણવા મળેલ છે આ બાબતે મુસાફર જનતા વતી પી.પી.જોશી દ્વારા વાહન વ્યવહાર મંત્રીને તથા કડી ડેપો મેનેજરને પણ જાણ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.






Latest News