વાંકાનેરના ખાનપર ગામે પ્રેમ પ્રકરણમાં યુવાનના ઘર ઉપર યુવતીના પિતા સહિત 8 શખ્સોએ કર્યો હુમલો ​​​​​​​મોરબીમાં કલર કામ કરતાં સમયે વૃદ્ધ અને ગર્લ્સ હોસ્ટેલમાં બેડ ઉપરથી નીચે પડી જતાં વિદ્યાર્થિનીનું મોત ટંકારાના જબલપુર ગામે માતાએ પોતાના કામ જાતે કરવા ઠપકો આપતા સગીરાએ કૂવામાં ઝંપલાવીને કર્યો આપઘાત વાંકાનેરના ખાનપર ગામે પ્રેમપ્રકરણમાં યુવાનના પિતાએ કરી યુવતીના દાદાની હત્યા, 8 આરોપીની ધરપકડ હળવદમાં સ્પાની આડમાં કૂટણખાનું: 35 હજારના મુદામાલ સાથે 1 ઝડપાયો મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરનારા આરોપીને 20 વર્ષની સખ્ત કેદ સજા ફટકારતી કોર્ટ મોરબીના ઘુંટુ પાસેનો બનાવ : ટ્રેલર ચાલકે અચાનક બ્રેક મારતા એકટીવા અથડાયું, યુવાનનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ લડત કરી ચોરાયેલ બાઇકનો વિમો અપાવ્યો
Breaking news
Morbi Today

માળીયા (મી)ના દેવ સોલ્ટ પાસે ડમ્પર ચાલકે ત્રીપલ સવારી બાઇકને હડફેટે લેતા મંગેતર-સાળીના મોત: યુવાન સારવારમા


SHARE











માળીયા (મી)ના દેવ સોલ્ટ પાસે ડમ્પર ચાલકે ત્રીપલ સવારી બાઇકને હડફેટે લેતા મંગેતર-સાળીના મોત: યુવાન સારવારમા

માળિયા મિયાણા તાલુકાના હરીપર ગામ નજીકથી ડમ્પર ચાલકે બાઇકને ટકકર મારી હતી જેથી અકસ્માતનો બનાવ બનેલ હતો જે અકસ્માતમાં બાઈક ઉપર બેઠેલ યુવાનની મંગેતર અને સાળીને ગંભીર ઈજા પહોંચતા તે બંન્નેના મોત નીપજ્યું છે અને ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં લઇને આવ્યા હતા અને ત્યારબાદ યુવાને હાલમાં ડમ્પર ચાલક સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી અકસ્માત સર્જીને નાસી ગયેલા ડમ્પર ચાલકને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

બનાવની જાણવાા મળતી માહિતી મુજબ માળિયા મિયાણાના કાજરડા ગામના રહેવાસી અકબર ગફુર માણેક નામના યુવાને હાલમાં તાલુકા પોલીસ સ્ટેશને ડમ્પર નં જીજે ૧૨ બીઝેડ ૯૧૬૪ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે હરીપર પાસે દેવ સોલ્ટથી આગળના ભાગમાં ફરીયાદી યુવાન બાઈક જીજે ૩ એફજે ૨૩૬૯ લઈને જતો હતો અને તે તેની મંગેતર મુસ્કાનને તેડવા કાજરડાથી સુરજબારી ખાતે ગયો હતો અને તે પોતાની મંગેતર મુસ્કાન સિકંદર મુલ્લા (૨૦) અને સાળી જશીબેન સિકંદર મુલ્લા (૧૮) ને તેડીને કાજરડા ગામે મેળામાં ફર્યા હતા બાદમાં સાંજે પાંચેક વાગ્યે બાઈક લઈને સુરજબારી મુકવા જતો હતો ત્યારે હાઈવે પર હરીપર ગામ નજીક ડમ્પર ચાલકે આ ત્રિપલ સવારી બાઈકને હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતમાં આ બનાવમાં બાઈકમાં બેઠેલ મુસ્કાન અને જશીબેન રોડ ઉપર નીચે પટકાતા ડમ્પરના પાછળના ટાયર તેના ઉપરથી ફરી ગયા હતા જેથી કરીને તે બંને વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત થયા હતા અને અકસ્માત સર્જીને ડમ્પર ચાલક પોતાનું વાહન લઇને સ્થળ ઉપરથી નાસી ગયો હતો જો કે, બાઇક ચાલક યુવાને ઈજા થઇ હોવાથી ઇજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે લઇ ગયા હતા અને તે યુવાને સારવાર લીધા બાદ હાલમાં માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત સર્જીને નાસી છુટેલ ડમ્પર ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેને આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે આ બનાવની આગળની વધુ તપાસ માળિયા તાલુકા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. એન.એમ. ગઢવી ચલાવી રહ્યા છે.




Latest News