મોરબીમાં દબાણ મુક્ત કરાયેલ સાવરની પાળ ખાતે 10 કરોડના ખર્ચે બ્યુટીફીકેશન-લેક ડેવલોપમેન્ટનું કામ કરાશે: ચેરમેન અલ્પબેન કંઝારીયા વાંકાનેરના ખાનપર ગામે પ્રેમ પ્રકરણમાં યુવાનના ઘર ઉપર યુવતીના પિતા સહિત 8 શખ્સોએ કર્યો હુમલો ​​​​​​​મોરબીમાં કલર કામ કરતાં સમયે વૃદ્ધ અને ગર્લ્સ હોસ્ટેલમાં બેડ ઉપરથી નીચે પડી જતાં વિદ્યાર્થિનીનું મોત ટંકારાના જબલપુર ગામે માતાએ પોતાના કામ જાતે કરવા ઠપકો આપતા સગીરાએ કૂવામાં ઝંપલાવીને કર્યો આપઘાત વાંકાનેરના ખાનપર ગામે પ્રેમપ્રકરણમાં યુવાનના પિતાએ કરી યુવતીના દાદાની હત્યા, 8 આરોપીની ધરપકડ હળવદમાં સ્પાની આડમાં કૂટણખાનું: 35 હજારના મુદામાલ સાથે 1 ઝડપાયો મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરનારા આરોપીને 20 વર્ષની સખ્ત કેદ સજા ફટકારતી કોર્ટ મોરબીના ઘુંટુ પાસેનો બનાવ : ટ્રેલર ચાલકે અચાનક બ્રેક મારતા એકટીવા અથડાયું, યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં સેનેટરીના કારખાનામાં બાળ શ્રમિકને કામે રાખનારની ધરપકડ


SHARE











મોરબીમાં સેનેટરીના કારખાનામાં બાળ શ્રમિકને કામે રાખનારની ધરપકડ

મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ બહાદુરગઢ ગામના પાટીયા પાસે સેનેટરીવેરના કારખાનામાં બાળ શ્રમિકને કામે રાખવામાં આવ્યો હતો જેથી અધિકારી દ્વારા ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે બાળ શ્રમિક મળી આવતા કોન્ટ્રાક્ટર સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે શ્રમ અધિકારીએ ફરિયાદ નોંધાવી હતી જેમા પોલીસે આરોપીની ધરપકડ કરેલ છે.

મોરબીની આસપાસના વિસ્તારમાં ઔદ્યોગિક એકમોમાં બાળ શ્રમિકોને કામે રાખવામાં આવતા હોવા અંગેની સરકારી શ્રમ અધિકારીને ફરિયાદ મળતી હોય છે જેના આધારે જુદી જુદી જગ્યાએ ચેકિંગ અને રેડની કામગીરી કરવામાં આવતી હોય છે તે રીતે જ મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ બહાદુરગઢ ગામના પાટીયા પાસે એજીએલ સેનેટરીવેર નામના કારખાનામાં કોન્ટ્રાક્ટર દ્વારા બાળ શ્રમિકને કામે રાખીને કામ કરાવવામાં આવી રહ્યું છે તે પ્રકારની માહિતી આધારે ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે કારખાનામાં કોન્ટ્રાક્ટરે બાળ શ્રમીકને કામે રાખ્યો હોય તે બાબતે ગુનો નોંધાયો હતો જેની તપાસ દરમિયાન તાલુકા પોલીસના વી.એસ.ડાંગર દ્રારા આ ગુનામાં કારખાનાના કોન્ટ્રાકટર લખાઈભાઇ પાંડુભાઇ કિસ્કુ આદીવાસી (૨૫) હાલ રહે.એજીએલ સેનેટરીવેર બહાદુરગઢ મૂળ રહે.નાટીપિર ઓરીસાની ધરપકડ કરવામાં આવી હતી.

ફાંસો ખાઈ જતા યુવાન સારવારમા

મોરબીના જેતપર રોડ ઉપર બેલા-રંગપર નજીક આવેલ વેગાન્ટો સિરામિકના લેબર કવાટરમાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતો નરસિંહભાઈ સાલૈયા (ઉમર ૨૨) નામનો યુવાન કોઈ અગમ્ય કારણોસર તેના ક્વાટર ખાતે ગળાફાંસો ખાઈ ગયો હતો જેથી તેને શહેરના સામાકાંઠે આવેલ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો ત્યાં તેની સારવાર કરવામાં આવ્યા બાદ તાલુકા પોલીસ મથકમાં જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ મથકના વી.એસ.ડાંગર દ્વારા બનાવના કારણ બાબતે આગળની તપાસ હાથ ધકવામાં આવી હતી તેમ તાલુકા પોલીસ સુત્રોમાંથી જાણવા મળેલ છે.

દાઝી ગયેલ બાળકી સારવારમા
મોરબીના જેઇલ રોડ ઉપર આવેલ ગૌશાળા પાસે રહેતા પરિવારની કાળીબેન રાકેશભાઈ વસુનીયા નામની આઠ વર્ષની આદિવાસી બાળકી તેના ઘરે હતી તે દરમિયાનમાં તેણીને ચક્કર આવતા તે ચૂલામાં પડી ગઈ હતી અને જેથી દાઝી જવાથી તેને સારવાર માટે અહિંની સરકારી હોસ્પિટલે લાવ્યા હતા હાલ હોસ્પિટલ ખાતે તેની સારવાર કરવામાં આવ્યા બાદ મોરબી એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરાતા એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા આ બાબતે આગળની તપાસ ચલાવાઇ હતી.
 
યુવાન સારવારમાં
મોરબીના વજેપર વિસ્તારમાં શેરી નંબર-૧૩ માં રહેતા શૈલેષ પ્રફુલભાઈ નકુમ નામના ૧૮ વર્ષના યુવાનને વાહન અકસ્માતમાં ઇજા થતા અત્રે ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.પોલીસના જણાવ્યા પ્રમાણે વાઘપરા વિસ્તારમાં આવેલ ચોકડી પાસેથી તે બાઈક લઈને જતો હતો ત્યારે રસ્તામાં તેનું બાઇક અકસ્માતે સ્લીપ થઈ જવાના બનેલ બનાવમાં ઈજા પહોંચતા સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો જેથી હાલ એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડા આ બાબતે વધુ તપાસ ચલાવી રહ્યા છે



Latest News