મોરબી : માતાના મઢેથી પરત આવેલ રીક્ષાને અજાણ્યા ટ્રક ચાલકે રફાળેશ્વર પાસે હડફેટ લેતા ચાર લોકો સારવારમાં મોરબીમાં માતાના ત્રાસથી કંટાળીને ઘરેથી નીકળી ગયેલી યુવતીનું અભયમની ટીમે પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં દબાણ મુક્ત કરાયેલ સાવરની પાળ ખાતે 10 કરોડના ખર્ચે બ્યુટીફીકેશન-લેક ડેવલોપમેન્ટનું કામ કરાશે: ચેરમેન અલ્પબેન કંઝારીયા વાંકાનેરના ખાનપર ગામે પ્રેમ પ્રકરણમાં યુવાનના ઘર ઉપર યુવતીના પિતા સહિત 8 શખ્સોએ કર્યો હુમલો ​​​​​​​મોરબીમાં કલર કામ કરતાં સમયે વૃદ્ધ અને ગર્લ્સ હોસ્ટેલમાં બેડ ઉપરથી નીચે પડી જતાં વિદ્યાર્થિનીનું મોત ટંકારાના જબલપુર ગામે માતાએ પોતાના કામ જાતે કરવા ઠપકો આપતા સગીરાએ કૂવામાં ઝંપલાવીને કર્યો આપઘાત વાંકાનેરના ખાનપર ગામે પ્રેમપ્રકરણમાં યુવાનના પિતાએ કરી યુવતીના દાદાની હત્યા, 8 આરોપીની ધરપકડ હળવદમાં સ્પાની આડમાં કૂટણખાનું: 35 હજારના મુદામાલ સાથે 1 ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના મંદરકી ગામે રથને અક્ષત ફૂલડે વધાવીને આપ્યો આવકાર


SHARE











મોરબી જિલ્લાના મંદરકી ગામે રથને અક્ષત ફૂલડે વધાવીને આપ્યો આવકાર

મોરબી જિલ્લામાં માળિયા તાલુકાના મંદરકી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આગમન થયું હતું. ત્યારે ગામના આગેવાનોની ઉપસ્થિતિમાં ગામની બાળાઓએ અક્ષત ફૂલડે વધાવી રથનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની ગ્રામજનોને જાણકારી આપવાની સાથે લાભાર્થીઓને પ્રમાણપત્ર અને સહાય વિતરણ કરવામાં આવી હતી. આ સાથે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અન્વયે આયુષ્માન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. અને મહાનુભાવોના હસ્તે મંદરકી ગ્રામ પંચાયતમાં સો ટકા નલ સે જલ યોજના હેઠળ શ્રેષ્ઠ કામગીરી બદલ સરપંચને પ્રમાણપત્ર આપી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે સર્વે ઉપસ્થિતોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અન્વયે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો રેકર્ડ કરેલો સંદેશો સાંભળ્યો હતો. આ કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવો તથા ગ્રામજનો વિકસિત ભારત માટેના શપથ લઈને દેશના વિકાસમાં વધુને વધુ પોતાનું યોગદાન આપવા સંકલ્પબદ્ધ થયાં હતાં. આ તકે મંદરકી ગામના પાદરે આવેલા ખેતરમાં ડ્રોન ટેકનોલોજીથી નેનો યુરિયા ખાતરનો છંટકાવ કરવા અંગે લાઈવ ડેમોસ્ટ્રેશન આપવામાં આવ્યું હતું. આ ડેમોસ્ટ્રેશનની સાથે ખેડૂતોને યુરિયા ખાતરના ફાયદાઓ તેમજ ડ્રોન ટેકનોલોજીના ફાયદાઓ અંગે ખેડૂતોને માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે મંદરકી ગામના સરપંચ, ગામના આગેવાનઓ, વિવિધ સરકારી કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓ તથા મંદરકીના ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા.




Latest News