મોરબી : માતાના મઢેથી પરત આવેલ રીક્ષાને અજાણ્યા ટ્રક ચાલકે રફાળેશ્વર પાસે હડફેટ લેતા ચાર લોકો સારવારમાં મોરબીમાં માતાના ત્રાસથી કંટાળીને ઘરેથી નીકળી ગયેલી યુવતીનું અભયમની ટીમે પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં દબાણ મુક્ત કરાયેલ સાવરની પાળ ખાતે 10 કરોડના ખર્ચે બ્યુટીફીકેશન-લેક ડેવલોપમેન્ટનું કામ કરાશે: ચેરમેન અલ્પબેન કંઝારીયા વાંકાનેરના ખાનપર ગામે પ્રેમ પ્રકરણમાં યુવાનના ઘર ઉપર યુવતીના પિતા સહિત 8 શખ્સોએ કર્યો હુમલો ​​​​​​​મોરબીમાં કલર કામ કરતાં સમયે વૃદ્ધ અને ગર્લ્સ હોસ્ટેલમાં બેડ ઉપરથી નીચે પડી જતાં વિદ્યાર્થિનીનું મોત ટંકારાના જબલપુર ગામે માતાએ પોતાના કામ જાતે કરવા ઠપકો આપતા સગીરાએ કૂવામાં ઝંપલાવીને કર્યો આપઘાત વાંકાનેરના ખાનપર ગામે પ્રેમપ્રકરણમાં યુવાનના પિતાએ કરી યુવતીના દાદાની હત્યા, 8 આરોપીની ધરપકડ હળવદમાં સ્પાની આડમાં કૂટણખાનું: 35 હજારના મુદામાલ સાથે 1 ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં પકડાયેલ નકલી ટોલનાકા કાંડમાં સંડોવાયેલા બે આરોપીઓના આગોતરા જામીનની અરજી નામંજૂર


SHARE











મોરબી જિલ્લામાં પકડાયેલ નકલી ટોલનાકા કાંડમાં સંડોવાયેલા બે આરોપીઓના આગોતરા જામીનની અરજી નામંજૂર

મોરબી જિલ્લા સહિત ગુજરાતમાં ચર્ચાસ્પદ બનેલ વાંકાનેરના વઘાસીયા ગામ નજીકના નકલી ટોલનાકા પ્રકરણમાં પોલીસ ફરિયાદ નોંધયેલ છે જો કે, આરોપી હજુ સુધી પકડાયેલ નથી ત્યાં પાંચ પૈકીનાં બે આરોપીએ તેના વકીલ મારફતે મોરબીની અધિક સેશન્સ કોર્ટમાં આગોતર જામીન માટે અરજી કરી હતી જે બંને આરોપીઓની આગોતરા જામીન અરજીને નામંજૂર કરવામાં આવેલ છે

વાંકાનેરના વઘાસિયા પાસે નકલી ટોલનાકા સામે આવ્યા હતા જેથી કરીને તેની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે પાંચ શખ્સોની સામે નામ જોગ ફરિયાદ નોંધાઈ હતી અને તેમાં વ્હાઈટ હાઉસ સિરામિક ફેકટરીના માલિક અમરશીભાઈ જેરામભાઈ પટેલ, રવિરાજસિંહ વનરાજસિંહ ઝાલા, હરવિજયસિંહ જયુભા ઝાલા, ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા અને યુવરાજસિંહ બહાદુરસિંહ ઝાલા તેની સાથે સંડોવાયેલા માણસો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો આ ગુનામાં હજુ સુધી એક પણ આરોપીની ધરપકડ કરવામાં આવેલ નથી તેવામાં પાંચ પૈકીનાં બે આરોપી ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા અને તેના ભાઈ યુવરાજસિંહ બહાદુરસિંહ ઝાલાના વકીલ મારફતે આગોતરા જામીન મેળવવા માટે મોરબીની અધિક સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. જેને કોર્ટે નામંજૂર કરેલ છે અત્રે ઉલેખનીય છે કે, આરોપી ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા ભાજપના આગેવાન છે અને આ ચકચારી કેસમાં ભાજપના આગેવાન તેમજ પાટીદાર સમાજના આગેવાનના દીકરાનો સમાવેશ થાય છે જેથી પોલીસે હજુ સુધી કોઈ આરોપીને પકડી શકી નથી તેવું લોકોમાં ચર્ચાઇ રહયું છે




Latest News