મોરબી : માતાના મઢેથી પરત આવેલ રીક્ષાને અજાણ્યા ટ્રક ચાલકે રફાળેશ્વર પાસે હડફેટ લેતા ચાર લોકો સારવારમાં મોરબીમાં માતાના ત્રાસથી કંટાળીને ઘરેથી નીકળી ગયેલી યુવતીનું અભયમની ટીમે પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં દબાણ મુક્ત કરાયેલ સાવરની પાળ ખાતે 10 કરોડના ખર્ચે બ્યુટીફીકેશન-લેક ડેવલોપમેન્ટનું કામ કરાશે: ચેરમેન અલ્પબેન કંઝારીયા વાંકાનેરના ખાનપર ગામે પ્રેમ પ્રકરણમાં યુવાનના ઘર ઉપર યુવતીના પિતા સહિત 8 શખ્સોએ કર્યો હુમલો ​​​​​​​મોરબીમાં કલર કામ કરતાં સમયે વૃદ્ધ અને ગર્લ્સ હોસ્ટેલમાં બેડ ઉપરથી નીચે પડી જતાં વિદ્યાર્થિનીનું મોત ટંકારાના જબલપુર ગામે માતાએ પોતાના કામ જાતે કરવા ઠપકો આપતા સગીરાએ કૂવામાં ઝંપલાવીને કર્યો આપઘાત વાંકાનેરના ખાનપર ગામે પ્રેમપ્રકરણમાં યુવાનના પિતાએ કરી યુવતીના દાદાની હત્યા, 8 આરોપીની ધરપકડ હળવદમાં સ્પાની આડમાં કૂટણખાનું: 35 હજારના મુદામાલ સાથે 1 ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા સંકલનની બેઠકમાં વિકાસકાર્યો સમયમર્યાદામાં પૂરા કરવા ધારાસભ્યોએ કરી ટકોર


SHARE











મોરબી જિલ્લા સંકલનની બેઠકમાં વિકાસકાર્યો સમયમર્યાદામાં પૂરા કરવા ધારાસભ્યોએ કરી ટકોર

મોરબી જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યાના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડ ખાતે ડિેસેમ્બર માસની જિલ્લા સંકલનની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિકાસકાર્યો સમયમર્યાદામાં પૂરા કરવા ધારાસભ્યોએ ટકોર કરી હતી અને

આ બેઠકમાં ધારાસભ્ય કાન્તીભાઇ અમૃતિયા, પ્રકાશભાઈ વરમોરા અને જીતુભાઈ સોમાણી હાજર રહ્યા હતા અને વિવિધ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં આંગણવાડીના મકાન ફાળવણી, શિક્ષકની ભરતી, જમીન દબાણ, વિચરતી જાતીને જમીન વહેંચણી, સ્ટ્રીટ લાઈટ, પેટા કેનાલ, ગૌચરના રસ્તા પર દબાણ, જી.આઈ.ડી.સી.ના બાંધકામ, પાણી સહિતના વિવિધ પ્રશ્નોની સમીક્ષા કરી સમયમર્યાદામાં જરૂરી કાર્યવાહી કરવા માટે જણાવ્યું હતું. ત્યારે સર્વે ધારાસભ્યોએ અધિકારીઓને એક સૂરમાં વિકાસ કાર્યોમાં સક્રિય સહભાગી થવા અને નિયમોનુસાર કામગીરી કરવા અપીલ કરી ભારત દેશને આગામી ૨૦૪૭માં વિકસીત રાષ્ટ્ર બનાવવા પોતાનો સહયોગ આપવા જણાવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા  પંચાયત પ્રમુખ હંસાબેન પારઘી, ડીડીઓ ડી.ડી. જાડેજા, એસપી રાહુલ ત્રિપાઠી સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા




Latest News