મોરબી : માતાના મઢેથી પરત આવેલ રીક્ષાને અજાણ્યા ટ્રક ચાલકે રફાળેશ્વર પાસે હડફેટ લેતા ચાર લોકો સારવારમાં મોરબીમાં માતાના ત્રાસથી કંટાળીને ઘરેથી નીકળી ગયેલી યુવતીનું અભયમની ટીમે પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં દબાણ મુક્ત કરાયેલ સાવરની પાળ ખાતે 10 કરોડના ખર્ચે બ્યુટીફીકેશન-લેક ડેવલોપમેન્ટનું કામ કરાશે: ચેરમેન અલ્પબેન કંઝારીયા વાંકાનેરના ખાનપર ગામે પ્રેમ પ્રકરણમાં યુવાનના ઘર ઉપર યુવતીના પિતા સહિત 8 શખ્સોએ કર્યો હુમલો ​​​​​​​મોરબીમાં કલર કામ કરતાં સમયે વૃદ્ધ અને ગર્લ્સ હોસ્ટેલમાં બેડ ઉપરથી નીચે પડી જતાં વિદ્યાર્થિનીનું મોત ટંકારાના જબલપુર ગામે માતાએ પોતાના કામ જાતે કરવા ઠપકો આપતા સગીરાએ કૂવામાં ઝંપલાવીને કર્યો આપઘાત વાંકાનેરના ખાનપર ગામે પ્રેમપ્રકરણમાં યુવાનના પિતાએ કરી યુવતીના દાદાની હત્યા, 8 આરોપીની ધરપકડ હળવદમાં સ્પાની આડમાં કૂટણખાનું: 35 હજારના મુદામાલ સાથે 1 ઝડપાયો
Breaking news
Morbi Today

તું અમારું નામ કેસમાંથી કાઢી નાખજે નહિતર જાનથી મારી નાખશું: વાંકાનેરમાં મહિલાને જેઠ-જેઠાણીની ધમકી


SHARE











તું અમારું નામ કેસમાંથી કાઢી નાખજે નહિતર જાનથી મારી નાખશું: વાંકાનેરમાં મહિલાને જેઠ-જેઠાણીની ધમકી

વાંકાનેરના દેવીપુજકવાસમાં રહેતી મહિલાએ અગાઉ તેના સાસરીયા સામે કેસ કરેલ હતો જે બાબતનો ખાર રાખીને તેના જેઠ-જેઠાણીએ તેને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ મહિલા દ્વારા હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે તેના જેઠ- જેઠાણી સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના દેવીપુજક વાસમાં દેલવાડીયા સાહેબના દવાખાના પાસે દેવીપુજકવાસમાં રહેતા ઉમાબેન મેહુલભાઈ ગોઢકિયા જાતે દેવીપુજક (૨૯)એ હાલમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે તેના જેઠે સુરેશભાઈ મનુભાઈ ગોઢકિયા અને જેઠાણી દક્ષાબેન રહે. બંને વાંકાનેર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે તેના જેઠે તેને “તું અમારું નામ કેસમાંથી કાઢી નાખજે નહિતર જાનથી મારી નાખશું” તેવું કહ્યું હતું તેમજ જેઠાણી દક્ષાબેને તેને ગાળો આપી હતી જેથી ભોગ બનેલ મહિલા દ્વારા હાલમાં તેના જેઠ અને જેઠાણી સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

દેશી દારૂ

હળવદ તાલુકાના દીઘડીયા ગામે નદીના કાંઠે આવેલ વાડીમાં પોલીસ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો દોઢસો લીટર આથો મળી આવ્યો હતો જેથી કરીને ૩૦૦ ની કિંમતનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો અને આ માલ કેશાભાઈ બાદલભાઈ કાંજિયા જાતે કોળીનો હોવાનું સામે આવતા પોલીસે તેની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી




Latest News