મોરબી : માતાના મઢેથી પરત આવેલ રીક્ષાને અજાણ્યા ટ્રક ચાલકે રફાળેશ્વર પાસે હડફેટ લેતા ચાર લોકો સારવારમાં મોરબીમાં માતાના ત્રાસથી કંટાળીને ઘરેથી નીકળી ગયેલી યુવતીનું અભયમની ટીમે પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં દબાણ મુક્ત કરાયેલ સાવરની પાળ ખાતે 10 કરોડના ખર્ચે બ્યુટીફીકેશન-લેક ડેવલોપમેન્ટનું કામ કરાશે: ચેરમેન અલ્પબેન કંઝારીયા વાંકાનેરના ખાનપર ગામે પ્રેમ પ્રકરણમાં યુવાનના ઘર ઉપર યુવતીના પિતા સહિત 8 શખ્સોએ કર્યો હુમલો ​​​​​​​મોરબીમાં કલર કામ કરતાં સમયે વૃદ્ધ અને ગર્લ્સ હોસ્ટેલમાં બેડ ઉપરથી નીચે પડી જતાં વિદ્યાર્થિનીનું મોત ટંકારાના જબલપુર ગામે માતાએ પોતાના કામ જાતે કરવા ઠપકો આપતા સગીરાએ કૂવામાં ઝંપલાવીને કર્યો આપઘાત વાંકાનેરના ખાનપર ગામે પ્રેમપ્રકરણમાં યુવાનના પિતાએ કરી યુવતીના દાદાની હત્યા, 8 આરોપીની ધરપકડ હળવદમાં સ્પાની આડમાં કૂટણખાનું: 35 હજારના મુદામાલ સાથે 1 ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીના ત્રાજપર ચાર રસ્તા પાસેથી બાઈકની ચોરી


SHARE











મોરબીના ત્રાજપર ચાર રસ્તા પાસેથી બાઈકની ચોરી

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ત્રાજપર ચાર રસ્તા પાસે યુવાને બાઈક પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવી છે જેથી ભોગ બનેલા યુવાન દ્વારા ૨૦,૦૦૦ રૂપિયાની કિંમતના બાઈકની ચોરી થઈ હોવા અંગેની હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ ઉપર ક્રિષ્ના સ્કૂલની બાજુમાં આવેલ સતનામ બી-૧૦૧ ખાતે રહેતા ડેનિશભાઈ મનસુખભાઈ સાપરિયા જાતે પટેલ (૪૨) એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, ત્રાજપર ચાર રસ્તા પાસે તેણે પોતાનું બાઈક નંબર જીજે ૩૬ એમ ૦૧૧૯ પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ૨૦,૦૦૦ રૂપિયાની કિંમતના બાઈકની ચોરી થઈ હોવા અંગેની હાલમાં તેણે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના બી.આર. ખટાણા ચલાવી રહ્યા છે

બાળકી દાઝી જતાં સારવારમાં

મોરબીના હળવદ હાઇવે રોડ ઉપર આવેલ ઊંચી માંડલ ગામ પાસે સ્કોટલેન્ડ સેનેટરી ખાતે રહેતા સુજીભાઈ ગીરીની સાડા ત્રણ વર્ષની દીકરી સુમન લેબર ક્વાર્ટર પાસે રમતી હતી ત્યારે રમતા રમતા ગરમ પાણી શરીરે પડતા તે બાળકી દાજી ગઈ હતી જેથી કરીને તેને મોરબી શહેરના સામાકાંઠે વિસ્તારમાં આવેલ ખાનગી હોસ્પિટલ ખાતે પ્રથમ સારવાર માટે લઈને આવ્યા હતા ત્યારબાદ મોરબી શહેરમાં આવેલ આયુષ હોસ્પિટલ ખાતે સારવારમાં લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે આ બનાવની આગળની વધુ તપાસ એમ.એલ. બારૈયા ચલાવી રહ્યા છે




Latest News