મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ ટંકારા તાલુકાના વિરપર ગામે નિરાધાર ગૌ-માતાના લાભાર્થે નાટકનું આયોજન રક્તદાન મહાદાન: મોરબીમાં જીગ્નેશભાઈ વિરમગામાએ જન્મદિવસે કર્યું રક્તદાન મોરબી : માતાના મઢેથી પરત આવેલ રીક્ષાને અજાણ્યા ટ્રક ચાલકે રફાળેશ્વર પાસે હડફેટ લેતા ચાર લોકો સારવારમાં મોરબીમાં માતાના ત્રાસથી કંટાળીને ઘરેથી નીકળી ગયેલી યુવતીનું અભયમની ટીમે પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં દબાણ મુક્ત કરાયેલ સાવરની પાળ ખાતે 10 કરોડના ખર્ચે બ્યુટીફીકેશન-લેક ડેવલોપમેન્ટનું કામ કરાશે: ચેરમેન અલ્પબેન કંઝારીયા વાંકાનેરના ખાનપર ગામે પ્રેમ પ્રકરણમાં યુવાનના ઘર ઉપર યુવતીના પિતા સહિત 8 શખ્સોએ કર્યો હુમલો ​​​​​​​મોરબીમાં કલર કામ કરતાં સમયે વૃદ્ધ અને ગર્લ્સ હોસ્ટેલમાં બેડ ઉપરથી નીચે પડી જતાં વિદ્યાર્થિનીનું મોત
Breaking news
Morbi Today

મોરબીના રાજપર ગામે ચામુંડા માતાજીના મઢ ખાતે બદ્રકિયા પરિવાર દ્વારા નવચંડી હવનનું આયોજન


SHARE











મોરબીના રાજપર ગામે ચામુંડા માતાજીના મઢ ખાતે બદ્રકિયા પરિવાર દ્વારા નવચંડી હવનનું આયોજન

મોરબી નજીકના રાજપર ગામે આવેલ ચામુંડા માતાજીના મઢ ખાતે બદ્રકિયા પરિવાર દ્વારા ચામુંડા માતાજીનો નવચંડી હવન રાખવામાં આવ્યો છે અને આગામી તા. ૨૦ ને બુધવારના રોજ આ કાર્યક્રમ યોજાશે જેમાં સમસ્ત ગુર્જર સુથાર બદ્રકિયા પરિવારના લોકોને હાજર રહેવા તેમજ દર્શન અને પ્રસાદનો લાભ લેવા માટે આયોજકો દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે

મોરબી નજીકના રાજપર ગામે બદ્રકિયા પરિવારના ચામુંડા માતાજીનો મઢ આવેલ છે અને ત્યાં ચામુંડા માતાજીના નવચંડી હવનનું આયોજન કરવામાં આવ્યું છે આગામી તા. ૨૦ ના રોજ બુધવારે સવારે ૬:૩૦ વાગ્યે ગણેશ પૂજન, ૭:૩૦ વાગ્તે હવન પૂજન અને બપોરે ૧:૦૦ વાગ્યે હવનમાં શ્રીફળ હોમવામાં આવશે અને ત્યારબાદ બપોરે ૧:૩૦ વાગ્યે રાજપર ગામે આવેલ હનુમાનજી મંદિર ખાતે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે આ મહાપ્રસાદના મુખ્ય દાતા સ્વ. ઓધવજીભાઈ કલ્યાણજીભાઈ બદ્રકિયા હસ્તે કાંતિલાલ ઓધવજીભાઈ બદ્રકિયા છે તેમજ યજ્ઞ કુંડ ઉપર યજમાન તરીકે જેન્તીભાઈ દેવજીભાઈ બદ્રકિયા, મહેશભાઈ અમૃતલાલ બદ્રકિયા અને નંદકિશોર લાલજીભાઈ બદ્રકિયા બેસવાના છે વધુમાં આયોજકોએ જણાવ્યું છે કે સમસ્ત ગુર્જર સુતાર બદ્રકિયા પરિવારના ધો. ૧ થી ૧૨ સુધીના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે તેને ઇનામ વિતરણ કરવાનું અને સન્માનીત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે જેના માટે થઈને તમામ પરિવારના બાળકોના માર્કશીટ તા. ૧/૨/૨૪ થી ૧/૫/૨૪ સુધીમાં મોકલાવી આપવાના રહેશે તેઓ બદ્રકિયા પરિવાર ટ્રસ્ટ રાજપર વતી હિંમતલાલ પ્રેમજીભાઈ બદ્રકિયાએ માહિતી આપતા જણાવેલ છે




Latest News