મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને આઠ લાખ ખર્ચ સહીત ચૂકવવા હુકમ
Breaking news
Morbi Today

મોરબીમાં ભીમાણી પરિવાર દ્વારા કાલે ૧૩ માં સ્નેહ મિલનનું આયોજન


SHARE







મોરબીમાં ભીમાણી પરિવાર દ્વારા કાલે ૧૩ માં સ્નેહ મિલનનું આયોજન

મોરબી શહેરમાં રહેતા ભીમાણી પરિવાર દ્વારા દર વર્ષે સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે ભીમાણી પરિવારના ૧૩ મા સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું છે અને મોરબીના રાજપર રોડ ઉપર રામદેવપીરના મંદિરની બાજુમાં આવેલ આનંદ ફાર્મ હાઉસ ખાતે આવતીકાલે તા. ૧૭ ના રોજ સાંજે ૪:૩૦ વાગ્યે સ્નેહ મિલનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જેમાં મોરબી શહેર તથા આસપાસના વિસ્તારમાં રહેતા ભીમાણી પરિવારના લોકોએ સહપરિવાર હાજર રહેવા માટે આયોજકો દ્વારા આમંત્રણ આપવામાં આવેલ છે

મોરબી સમસ્ત ભીમાણી પરિવાર દ્વારા દર વર્ષે સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આવતીકાલે તા. ૧૭ ને રવિવારના રોજ સાંજે ૪:૩૦ વાગ્યે મોરબીના રાજપર રોડ ઉપર રામદેવપીરના મંદિરની બાજુમાં આવેલ આનંદ ફાર્મ હાઉસ ખાતે સ્નેહ મિલનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તમામ ભીમાણી પરિવારના લોકોએ સહપરિવાર હાજર રહેવા માટે થઈને આયોજકો તરફથી આમંત્રણ આપવામાં આવ્યું છે તેની સાથોસાથ મોરબીમાં રહેતી તમામ ભીમાણી પરિવારની દીકરીઑ, જમાઈ અને ભાણેજને પણ આ સ્નેહ મિલનના કાર્યક્રમમાં હાજર રહેવા માટે થઈને આયોજકો દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે આ તકે ૪:૩૦ વાગ્યે દીપ પ્રગટ્ય, ૫:૦૦ વાગ્યે સાંસ્કૃતિક કાર્યક્રમ અને ૬:૩૦ વાગ્યે ભોજન સમારંભ તથા ૮:૦૦ વાગ્યે રાસ ગરબાનું આયોજન કો દ્વારા કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં મહાપ્રસાદના દાતા સ્વ ધનજીભાઈ રાઘવજીભાઈ તથા સ્વ. છગનભાઈ રાઘવજીભાઈ ભીમાણી હસ્તે કાળુભાઈ રાઘવજીભાઈ ભીમાણી તેમજ છગનભાઈ મગનભાઈ ભીમાણી અને અશોકભાઈ કરસનભાઈ ભીમાણી હોવાનું પ્રમુખ કિશોરભાઈ છગનભાઈ ભીમાણી અને કિશોરભાઈ હરજીભાઈ ભીમાણીએ માહિતી આપતા જણાવેલ છે






Latest News