મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ ટંકારા તાલુકાના વિરપર ગામે નિરાધાર ગૌ-માતાના લાભાર્થે નાટકનું આયોજન રક્તદાન મહાદાન: મોરબીમાં જીગ્નેશભાઈ વિરમગામાએ જન્મદિવસે કર્યું રક્તદાન મોરબી : માતાના મઢેથી પરત આવેલ રીક્ષાને અજાણ્યા ટ્રક ચાલકે રફાળેશ્વર પાસે હડફેટ લેતા ચાર લોકો સારવારમાં મોરબીમાં માતાના ત્રાસથી કંટાળીને ઘરેથી નીકળી ગયેલી યુવતીનું અભયમની ટીમે પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં દબાણ મુક્ત કરાયેલ સાવરની પાળ ખાતે 10 કરોડના ખર્ચે બ્યુટીફીકેશન-લેક ડેવલોપમેન્ટનું કામ કરાશે: ચેરમેન અલ્પબેન કંઝારીયા વાંકાનેરના ખાનપર ગામે પ્રેમ પ્રકરણમાં યુવાનના ઘર ઉપર યુવતીના પિતા સહિત 8 શખ્સોએ કર્યો હુમલો ​​​​​​​મોરબીમાં કલર કામ કરતાં સમયે વૃદ્ધ અને ગર્લ્સ હોસ્ટેલમાં બેડ ઉપરથી નીચે પડી જતાં વિદ્યાર્થિનીનું મોત
Breaking news
Morbi Today

આપણું કચ્છ-સ્વચ્છ કચ્છ: કચ્છના સાંસદ વિનોદભાઇએ સ્વચ્છતા અભિયાનનો કરાવ્યો પ્રારંભ


SHARE











આપણું કચ્છ-સ્વચ્છ કચ્છ: કચ્છના સાંસદ વિનોદભાઇએ સ્વચ્છતા અભિયાનનો કરાવ્યો પ્રારંભ

દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત “આપણું કચ્છ – સ્વચ્છ કચ્છ” બને તેવી નેમ સાથે સમાજ નવ નિર્માણ ટ્રસ્ટ તથા કચ્છ લોકસભા દ્વારા કચ્છના તમામ શહેરો તથા ગામોમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત આજે રીલાયન્સ સર્કલ, ભુજ ખાતેથી “સાંસદ સ્વચ્છતા અભિયાન” નું પ્રારંભ કરાવવામાં આવેલ છે જે અંતર્ગત ન્યુ લોટસ કોલોની સામે, વાલ્મીકી નગરથી રીલાયન્સ સર્કલના માર્ગનું સફાઈ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, જીલ્લા ભા.જ.પા મહામંત્રી દિલીપભાઈ શાહ, નરેન્દ્રભાઈ પ્રજાપતિ, ભુજ નગરપાલિકાના અધ્યક્ષા શ્રીમતી રશ્મિબેન સોલંકી, સત્તાપક્ષ નેતા કમલભાઈ ગઢવી, ભુજ તાલુકા પંચાયતના પ્રમુખ વિનોદભાઈ વરસાણી, શહેર ભા.જ.પા પ્રમુખ બાલકૃષ્ણભાઈ મોતા, જીલ્લા ભા.જ.પા ઉપપ્રમુખ શીતલભાઈ શાહ, તાલુકા ભા.જ.પા પ્રમુખ ભીમજીભાઈ જોધાણી, નગરસેવક દિવ્યરાજસિંહ જાડેજા, અનીલભાઈ છત્રાડા, કશ્યપભાઈ ગોર, ધીરેનભાઈ લાલન, રશીલાબેન પંડ્યા, વિનુદાન ગઢવી, ચેતનભાઈ કતીરા, રતનશી રાઠોડ, ચંદનસિંહ રાઠોડ, સંજયભાઈ ઠક્કર, માંડવી નગરપાલિકાના કારોબારી ચેરમેન વિશાલભાઈ ઠક્કર, માંડવી શહેર ભા.જ.પા મહામંત્રી કિશનસિંહ જાડેજા, સ્વચ્છતા અભિયાન કાર્યક્રમના ઇન્ચાર્જ જયંતભાઈ ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા આ અભિયાન હેઠળ વિધાનસભા વાઈઝ જીલ્લાના તમામ શહેરો અને ગામોમાં સફાઈ કાર્ય હાથ ધરવામાં આવશે. આ પ્રસંગે સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે સ્વચ્છતા એ એક આદત છે જે દરેક નાગરિક અને સમાજ એ કુદરતી રીતે અનુસરવી જોઈએ. પર્યાવરણ, રાષ્ટ્રની પ્રગતી અને વિકાસ માટે સ્વચ્છતા ખૂબ જ જરૂરી અને મહત્વપુર્ણ છે.




Latest News