મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ ટંકારા તાલુકાના વિરપર ગામે નિરાધાર ગૌ-માતાના લાભાર્થે નાટકનું આયોજન રક્તદાન મહાદાન: મોરબીમાં જીગ્નેશભાઈ વિરમગામાએ જન્મદિવસે કર્યું રક્તદાન મોરબી : માતાના મઢેથી પરત આવેલ રીક્ષાને અજાણ્યા ટ્રક ચાલકે રફાળેશ્વર પાસે હડફેટ લેતા ચાર લોકો સારવારમાં મોરબીમાં માતાના ત્રાસથી કંટાળીને ઘરેથી નીકળી ગયેલી યુવતીનું અભયમની ટીમે પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં દબાણ મુક્ત કરાયેલ સાવરની પાળ ખાતે 10 કરોડના ખર્ચે બ્યુટીફીકેશન-લેક ડેવલોપમેન્ટનું કામ કરાશે: ચેરમેન અલ્પબેન કંઝારીયા વાંકાનેરના ખાનપર ગામે પ્રેમ પ્રકરણમાં યુવાનના ઘર ઉપર યુવતીના પિતા સહિત 8 શખ્સોએ કર્યો હુમલો ​​​​​​​મોરબીમાં કલર કામ કરતાં સમયે વૃદ્ધ અને ગર્લ્સ હોસ્ટેલમાં બેડ ઉપરથી નીચે પડી જતાં વિદ્યાર્થિનીનું મોત
Breaking news
Morbi Today

મોરબીની માણેકવાડા શાળામાં ICT કમ્યુટર લેબનું તેજસ્વી વિદ્યાર્થીઓના હસ્તે ઉદ્દઘાટન


SHARE











મોરબીની માણેકવાડા શાળામાં ICT કમ્યુટર લેબનું તેજસ્વી વિદ્યાર્થીઓના હસ્તે ઉદ્દઘાટન

માણેકવાડા શાળામાં ગત સત્રમાં સૌથી વધુ ગુણાંક અને સૌથી વધુ હાજરી ધરાવતા કન્યા અને કુમારના વરદ હસ્તે કમ્પ્યુટર લેબનો શુભારંભ કરવામાં આવ્યો છે મોરબી જિલ્લાની 368 જેટલી સરકારી પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા ICT કમ્યુટર લેબ આપેલ છે જેમાં 15 કમ્યુટર વિથ ઈયર ફોન,વેબ કેમેરા તેમજ કોટા સ્ટોનના પ્લેટફોર્મ અને ત્રીસ ખુરશીઓ ફાળવેલ છે.કમ્પ્યુટરમાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક ઉપયોગ માટે G-SHALA માં તમામ વિષયોનું વિષયવસ્તુ કન્ટેન્ટ પણ આપેલ છે,વાંચેલું ભુલાય જાય છે જોયેલું થોડું થોડું સમજાય જાય છે.પણ જાતે કરેલું,જાતે શીખેલું યાદ રહી જાય છે,એવા ધ્યેય સાથે દ્રશ્ય-શ્રાવ્ય સાધન તરીકે વિદ્યાર્થીઓ  કમ્પ્યુટરનો ઉપયોગ કરે અને ગુણવત્તાલક્ષી શિક્ષણ પ્રાપ્ત કરે એવા શુભાષયથી સરકાર દ્વારા આપેલ ખૂબજ આધુનિક કમ્પ્યુટર ધરાવતી ICT Lab નો શુભારંભ માણેકવાડા શાળામાં ગત સત્રમાં સૌથી વધુ ગુણાંક અને સૌથી વધુ હાજરી ધરાવતા કન્યા અને કુમારના વરદ હસ્તે કરવામાં આવ્યો.શાળાના આચાર્ય વિપુલભાઈ અઘારા તેમજ તમામ સ્ટાફના આ સ્તુતિય પગલાંથી વિદ્યાર્થીઓના વાલીઓ પણ ખુબજ ખુશ થયા હતા.




Latest News