હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર ગામેથી સગીરાનું અપહરણ કરનારા આરોપીની ધરપકડ


SHARE













મોરબીના રફાળેશ્વર ગામેથી સગીરાનું અપહરણ કરનારા આરોપીની ધરપકડ

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા રફાળેશ્વર ગામે રહેતા પરિવારની સગીર વયની દીકરીનું અપહરણ કરવામાં આવ્યું હતું જેથી કરીને તેની મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે પોલીસે સગીરાનું અપહરણ કરનારા આરોપીની ધરપકડ કરીને તેને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરેલ છે અને સગીરને તેના પરિવારજનને સોપવામાં આવેલ છે

મોરબી તાલુકા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના રફાળેશ્વર ગામે રહેતા પરિવારની સગીર વયની દીકરીનું અપહરણ કરવામાં આવ્યું હતું જેથી કરીને તેના પરિવારજન દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેથી સગીરાને શોધવા માટે તેમજ આરોપીને પકડવા માટે પોલીસ દ્વારા તજવીજ કરવામાં આવી રહી હતી તેવામાં મોરબી તાલુકા પોલીસ મથકના પીઆઇ કે.એ. વાળા દ્વારા ગણતરીના દિવસોમાં સગીરાનુ અપહરણ કરીને સગીરાને લઈને એમપી ચાલ્યા ગયેલા આરોપી રાહુલ જયંતીભાઈ જોલાપરા જાતે કોળી (૨૧) રહે. નવા જાંબુડીયા શક્તિપરા દશામાના મંદિર પાસે તાલુકો જીલ્લો મોરબી વાળાની ધરપકડ કરી હતી અને સગીરાને પરિવારજનોને સોંપી હતી હાલ આરોપીને જેલ હવાલે કરાયો હોવાનું તાલુકા પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે

ખારચિયા ગામે અકસ્માત

મોરબીના ખારચિયા ગામે વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો જે બનાવવામાં માળીયા મિંયાણાના દહીસરા ગામના રહેવાસી પ્રવીણભાઈ મકનભાઈ કાવર (ઉમર ૬૨) તેમજ શૈલેષ વાલજીભાઈ કાવર (ઉમર ૪૦) નામના બે લોકોને ઇજાઓ થવાથી મોરબીની સરકારી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને હોસ્પિટલ ખાતે બંનેની સારવાર કરવામાં આવ્યા બાદ તાલુકા પોલીસમાં જાણ કરાતા સ્ટાફના ફિરોજભાઈ સુમરાએ તપાસ હાથ ધરી હતી.

વરાળમાં દાજી જતા બે મજૂર સારવારમાં

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા જાંબુડીયા ગામ પાસે આવેલ ઓલ્વીન ટાઇલ્સ નામના કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહીને ત્યાં જ મજૂરી કામ કરતા સંજયભાઈ દાસ (ઉમર ૩૪) અને દિનેશભાઈ તુલસીરામ (ઉમર ૨૧) નામના બે મજૂર યુવાનો કારખાનામાં કામ કરી રહ્યા હતા. દરમિયાનમાં ગરમ કોલસાની વરાળ લાગી જતા દાઝી જવાથી બંનેને મોરબીની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા જ્યાં બંનેની સારવાર કરવામાં આવ્યા બાદ તાલુકા પોલીસ મથકમાં જાણ કરાતા તે બીટ વિસ્તારના જમાદાર એમ.જે.કહાંગરા દ્વારા આ અંગે નોંધ કરી તપાસ કરી હતી.






Latest News