હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

રાજકોટના શખ્સને દારૂ, જુગાર અને બારની કુટેવના લીધે દેણું થઈ જતાં મોરબીમાં આધેડ સાથે કરી ૭૮.૬૧ લાખની છેતરપિંડી !


SHARE













રાજકોટના શખ્સને દારૂ, જુગાર અને બારની કુટેવના લીધે દેણું થઈ જતાં મોરબીમાં આધેડ સાથે કરી ૭૮.૬૧ લાખની છેતરપિંડી !

માળીયા મીયાણા તાલુકાના લક્ષ્મીવાસ ગામે રહેતા આધેડની દીકરી અને દીકરાના સંપર્કમાં આવ્યા બાદ તેને સસ્તામાં આઈફોનફ્લોરા-૧૧ માં સસ્તામાં ફ્લેટસસ્તામાં ક્રેટા ગાડી તેમજ એપલ કંપનીમાં નોકરી અપાવવાનું કહીને વિશ્વાસઘાત તેમજ છેતરપિંડી કરવામાં આવી હતી અને આટલું જ નહીં પરંતુ ઇન્કમટેક્સના સિક્કા વાળી ખોટી નોટિસ બનાવીને ખોટા દસ્તાવેજ બનાવીને તે વ્હોટ્સએપમાં મોકલાવીને કુલ મળીને ૭૮.૬૧ લાખની છેતરપિંડી કરવામાં આવી હતી જે ગુનામાં પકડાયેલ આરોપીના રિમાન્ડ પિરા થતાં તેને જેલ હવાલે કરવામાં આવેલ છે જો કે, તપાસનીસ અધિકારી પાસેથી મળતી માહિતી મુજબ રાજકોટનો આ શખ્સે બીએમ વિથ ઇંગ્લિશમાં અભ્યાસ કરેલ છે અને આ શખ્સને દારૂ, ક્રિકેટ સટ્ટો અને બારમાં જવાની કુટેવ હતી જેના લીધે દેણું થઈ ગયું હોવાથી આધેડને શીશામાં ઉતારીને છેતરપિંડી કરી હોવાનું સામે આવેલ છે

માળિયા મીયાણા તાલુકાના લક્ષ્મીવાસ ગામે રહેતા મનસુખભાઈ છગનભાઈ કાવર જાતે પટેલ (૫૪)એ મોરબી સીટી એ ડમિશન પોલીસ સ્ટેશન ખાતે હર્ષ દિનેશભાઈ દવે રહે. બેડીનાકા પાસે સોની બજાર કરસનજી મુલચંદજી વાળી શેરી રાજકોટ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ હતી જેમાં તેને જણાવ્યુ છે કેતેઓની દીકરી અંકિતા રાજકોટથી સરકારી બસમાં બેસીને મોરબી આવતી હતી ત્યારે તેના પરિચયમાં આરોપી આવ્યો હતો અને ત્યારે આરોપી હર્ષ દિનેશભાઈ દવેએ તેની દીકરી અને તેના દીકરા આશિષભાઈનો વિશ્વાસ કેળવીને તેઓને સસ્તામાં આઇફોનઆશિષને એપલ કંપનીમાં નોકરી અપાવી દેવાનું કહ્યું હતું તેમજ મોરબીના રવાપર નજીક ઘુનડા રોડ ઉપર આવેલ ફ્લોરા-૧૧ માં સસ્તામાં ફ્લેટ દેવાનું કહ્યું હતું અને ૬૩ લાખની કિંમતનો ફ્લેટ છે જોકે તમારા તરફથી ૪૮ લાખ રૂપિયા ટ્રાન્સફર થયેલ છે તેનો આરબીઆઈ ખુલાસો પૂછે છે તેની પતાવટ કરવી પડશે તેવું બહાનું કર્યું હતું

ત્યારબાદ ફરિયાદી અને સાહેદો સાથે છેતરપિંડી કરવાના આશયથી આરોપીએ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટનું ચીન કોમ્પ્યુટર પર એડિટિંગ કરી ઇન્કમટેક્સ વિભાગના સિક્કા વાળી ખોટી નોટિસ બનાવી હતી અને ખોટા દસ્તાવેજ બનાવીને ફરિયાદીને વ્હોટ્સએપમાં મોકલ્યા હતા તે નોટિસ ફાઈલે કરવા વહીવટ કરવો પડશે તેવું બહાનું કર્યું હતું અને આરબીઆઈના અધિકારીએ તેને પકડી લીધેલ છે તેની પતાવટ માટે રૂપિયા આપવા પડશે તેવું કહ્યું હતી આટલું જ નહીં ક્રેટા ગાડીના ફોટો ફરિયાદીના વ્હોટ્સએપમાં મોકલીને કાર સસ્તામાં દેવાની લાલચ આપી હતી આમ જુદાજુદા બહાના કરીને કુલ મળીને ભોગ બનેલ આધેડ પાસેથી ૭૮.૬૧ લાખ રૂપિયાની છેતરપિંડી અને વિશ્વાસઘાત કરવામાં આવ્યો હતો જે ગુનામાં પોલીસે આરોપી હર્ષ દિનેશભાઈ દવેની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ ઉપર લેવામાં આવ્યો હતો

આ આરોપીના રિમાન્ડ પૂરા થતાં હાલમાં તેને મોરબીની સબ જેલ હવાલે કરવામાં આવેલ છે અને વધુમાં તપાસ કરતાં પીએસઆઈ પુષ્પાબેન સોનારા અને એમ.એમ. દેગામડિયા પાસેથી મળતી માહિતી મુજબ આરોપી હર્ષ દિનેશભાઈ દવેએ બીએમ વિથ ઇંગ્લિશમાં અભ્યાસ કરેલ છે અને આ શખ્સને દારૂ, ક્રિકેટ સટ્ટો અને બારમાં જવાની કુટેવ હતી જેના લીધે તેના ઉપર દેણું થઈ ગયું હોવાથી તેને ફરિયાદી આધેડની સાથે છેતરપિંડી કરી હોવાનું રિમાન્ડ દરમ્યાન સામે આવેલ છે






Latest News