મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ ટંકારા તાલુકાના વિરપર ગામે નિરાધાર ગૌ-માતાના લાભાર્થે નાટકનું આયોજન રક્તદાન મહાદાન: મોરબીમાં જીગ્નેશભાઈ વિરમગામાએ જન્મદિવસે કર્યું રક્તદાન મોરબી : માતાના મઢેથી પરત આવેલ રીક્ષાને અજાણ્યા ટ્રક ચાલકે રફાળેશ્વર પાસે હડફેટ લેતા ચાર લોકો સારવારમાં મોરબીમાં માતાના ત્રાસથી કંટાળીને ઘરેથી નીકળી ગયેલી યુવતીનું અભયમની ટીમે પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં દબાણ મુક્ત કરાયેલ સાવરની પાળ ખાતે 10 કરોડના ખર્ચે બ્યુટીફીકેશન-લેક ડેવલોપમેન્ટનું કામ કરાશે: ચેરમેન અલ્પબેન કંઝારીયા વાંકાનેરના ખાનપર ગામે પ્રેમ પ્રકરણમાં યુવાનના ઘર ઉપર યુવતીના પિતા સહિત 8 શખ્સોએ કર્યો હુમલો ​​​​​​​મોરબીમાં કલર કામ કરતાં સમયે વૃદ્ધ અને ગર્લ્સ હોસ્ટેલમાં બેડ ઉપરથી નીચે પડી જતાં વિદ્યાર્થિનીનું મોત
Breaking news
Morbi Today

મોરબીના જાંબુડિયા પાસેથી માસ ભરેલ રિક્ષા ગૌરક્ષકોએ ઝડપી


SHARE











મોરબીના જાંબુડિયા પાસેથી માસ ભરેલ રિક્ષા ગૌરક્ષકોએ ઝડપી

મોરબીથી વાંકાનેર હાઇવે ઉપર જઈ રહેલ પિયાગો રીક્ષાને દરિયાલાલ હોટલની બાજુમાં રોડ ઉપર રોકવામાં આવી હતી ત્યારે તે રિક્ષામાંથી માસનો જથ્થો મળી આવ્યો હતો જેથી ગૌરક્ષકો દ્વારા અંગેની પોલીસને જાણ કરવામાં આવી હતી અને આગળની કાયદેસરની કાર્યવાહી કરેલ છે

મોરબી હિન્દુ યુવા વાહિની, અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હીના ગૌરક્ષક ભાઈઓને ચોટીલા હરેશભાઈ ચૌહાણ દ્વારા બાતમી મળી હતી કે મોરબીથી એક રિક્ષામાં ગૌમાસ ભરીને વાંકાનેર બાજુ જવાનું છે જેથી કરીને મોરબી હિન્દુ યુવા વાહિની, અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હીના ગૌરક્ષકો દ્વારા વોચ રાખવામા આવી હતી અને મોરબી બાજુથી વાંકાનેર હાઇવે ઉપર જઈ રહેલ દરિયાલાલ હોટલની બાજુમાં પિયાગો રીક્ષા નંબર જીજે ૩૬ ડબલ્યુ ૦૭૧૫ રીક્ષા આવી હતી જેને રોકીને ચેક કરી હતી ત્યારે રીક્ષામાંથી મોટા પશુનું માસ મળી આવ્યું હતું અને અબોલ જીવની હત્યા કરીને માસને વાંકાનેરમાં વેચવા લઈ જતાં હતા જો યુપીમા અને અનેક રાજ્યોમાં ખુલ્લેઆમ વેચાતા માસ, મટન, ઈંડાની લારીઓ બંધ કરાવવામાં આવતી હોય તો ગુજરાતમાં કેમ નહીં ? અને કોની ભલામણથી તેમજ રેમ દ્રષ્ટિથી આ જીવ હત્યા કરવામાં આવી રહી છે તે પણ તપાસનો વિષય છે આ તકે કે.બી. બોરીચા, દિનેશભાઈ લોરીયા, ચેતનભાઇ ચંદ્રકાંતભાઈ પાટડીયા, જય કિશનભાઇ આહીર, જયદીપભાઇ ભલગામડીયા, પાર્થભાઈ નેસડિયા, હરેશભાઇ ચૌહાણ, રઘુભાઈ ભરવાડ, હિરેનભાઈ વ્યાસ, ગજેન્દ્રભાઈ બાબરા, ઘનશ્યામભાઈ ચારોલા હાજર રહ્યા હતા અને પોલીસ સ્ટાફનો સારો સહયોગ મળ્યો હતો




Latest News