મોરબીની ચિત્રાનગર સહિતની સોસાયટીમાં અક્ષત કળશનુ ભવ્ય સ્વાગત કરાયું
મોરબીના જુના બેલા(આ.) ગામેથી સગીરાનું અપહરણ કરનારા આરોપીની ધરપકડ
SHARE
મોરબીના જુના બેલા(આ.) ગામેથી સગીરાનું અપહરણ કરનારા આરોપીની ધરપકડ
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં આવતા જુના બેલા (આમરણ) ગામે રહેતા પરિવારની સગીર વયની દીકરીનું અપહરણ કરવામાં આવ્યું હતું જેની ભોગ બનેલ સગીરાની માતા દ્રારા ફરીયાદ નોંધાવાતા મોરબી તાલુકા પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.
મોરબી તાલુકાના જુના બેલા (આમરણ) ગામે રહેતા પરિવારની દિકરી ફાટસર ગામે આવેલ ખેતરે મજૂરી કામે ગયેલ હતી ત્યાંથી તેણીનું લલચાવી ફોસલાવીને લગ્નની લાલચ આપી બદકામ કરવાના ઇરાદે જૂના બેલા ગામના હૈદર રાણાભાઇ જામ જાતે મિંયાણા નામનો ઇસમ તેનું અપહરણ કરી ગયો છે જેથી ભોગ બનેલ સગીરાની માતા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા મોરબી તાલુકા પોલીસ મથકના પીઆઇ ખુમાનસિંહ વાળા દ્વારા આઇપીસીની કલમ ૩૬૩, ૩૬૬ અને પોકસો એકટ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા અને સગીરાને શોધવા તજવીજ શરૂ કરી હતી અને હાલમાં તાલુકાનાં પીઆઇ અને તેની ટીમે આ ગુનામાં આરોપી હૈદર હબીબભાઈ ઉર્ફે રાણાભાઇ જામ જાતે મિંયાણા (૨૪) રહે. બેલા (આમરણ) વાળાની ધરપકડ કરેલ છે
સરવડ અકસ્માત
મોરબીની પીપળીયા ચોકડીથી માળીયા મિંયાણા જતા રસ્તે સરવડ ગામ નજીક આવેલ સોલા સન્નીફાઇ ઇન્ડસ્ટ્રીઝ નામના યુનિટની પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ઇજા પામેલા જયદેવ વલ્લભ ડાભી (૧૭) રહે. સરવડ તા.માળીયા મીયાણા, અશોક કાળાભાઈ સોમાણી (૨૨) રહે.મોટા ભેલા માળીયા અને નવઘણ રમેશભાઈ ખીંટ (૧૭) રહે.મોટા ભએલા નામના ત્રણ યુવાનોને ઇજાઓ થતા ૧૦૮ વડે હાલ મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. બનાવ સંદર્ભે હોસ્પિટલ ખાતે સારવાર કરવામાં આવ્યા બાદ એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરાતા એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયાએ પ્રાથમિક તપાસ કરી હતી અને બનાવ માળિયા પોલીસ મથકની હદમાં બનેલ હોય આગળની તપાસ માટે માળીયા પોલીસને જાણ કરાયેલ છે.
આધેડ મહિલા સારવારમાં
મોરબીના સામાકાંઠે માળીયા(મિં.) ફાટક નજીક મહેન્દ્રનગર ગામે સમર્પણ હોસ્પિટલની પાછળ આવેલ નિયોન પેલેસ નામના એપાર્ટમેન્ટમાં રહેતા લલીતાબેન બળદેવભાઈ પટેલ નામના ૫૩ વર્ષીય મહિલા કામ સબબ મોરબીથી હળવદના અજીતગઢ ગામે ગયા હતા ત્યાં અજીતગઢ ગામ નજીક તેઓનું બાઈક રસ્તામાં સ્લીપ થઈ જતા સર્જાયેલ અકસ્માત બનાવમાં ઈજા પામેલ લલીતાબેન પટેલને મોરબીના સામાકાંઠે આવેલ શિવમ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા જેથી હાલ બી ડિવિઝન પોલીસે આ બનાવ અંગે તપાસ કરી હળવદ પોલીસને જાણ કરી હતી.
મારામારીમાં ઈજા થતા સારવારમાં
મોરબીના સામાકાંઠે શોભેશ્વર મંદિર પાસે આવેલ મધુ સ્મૃતિ સોસાયટી પાસે રહેતા લલિતસિંહ ભરતસિંહ ઝાલા (૩૧) ને તા.૧૭ ના સાંજના સાતેક વાગ્યે શોભેશ્વર રોડ ઉપર આવેલ ઇરોઝ સીરામીક નજીક મારામારીના બનાવમાં ઇજાઓ થતા સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવેલ જેથી સારવાર કરવામાં આવ્યા બાદ બી ડિવિઝન પોલીસમાં જાણ કરાતા બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગરએ તપાસ કરી હતી અને તેમના સામે આવ્યું હતું કે લલિતસિંહ ઝાલાએ તેના મિત્ર વિજય પાસેથી અગાઉ પૈસા લીધા હોય તે પૈસા વિજયએ પરત માગ્યા હતા જો કે હાલ "મારી પાસે પૈસા નથી" તેમ કહેતા વિજય સાથે ઝપાઝપી થઈ હતી તે દરમિયાનમાં ધક્કો લાગતા પડી જતા પોતાને ઈજા થઈ હોવાનું લલીતસિંહે પોલીસ નિવેદનમાં જણાવ્યું હતું.