મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ ટંકારા તાલુકાના વિરપર ગામે નિરાધાર ગૌ-માતાના લાભાર્થે નાટકનું આયોજન રક્તદાન મહાદાન: મોરબીમાં જીગ્નેશભાઈ વિરમગામાએ જન્મદિવસે કર્યું રક્તદાન મોરબી : માતાના મઢેથી પરત આવેલ રીક્ષાને અજાણ્યા ટ્રક ચાલકે રફાળેશ્વર પાસે હડફેટ લેતા ચાર લોકો સારવારમાં મોરબીમાં માતાના ત્રાસથી કંટાળીને ઘરેથી નીકળી ગયેલી યુવતીનું અભયમની ટીમે પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં દબાણ મુક્ત કરાયેલ સાવરની પાળ ખાતે 10 કરોડના ખર્ચે બ્યુટીફીકેશન-લેક ડેવલોપમેન્ટનું કામ કરાશે: ચેરમેન અલ્પબેન કંઝારીયા વાંકાનેરના ખાનપર ગામે પ્રેમ પ્રકરણમાં યુવાનના ઘર ઉપર યુવતીના પિતા સહિત 8 શખ્સોએ કર્યો હુમલો ​​​​​​​મોરબીમાં કલર કામ કરતાં સમયે વૃદ્ધ અને ગર્લ્સ હોસ્ટેલમાં બેડ ઉપરથી નીચે પડી જતાં વિદ્યાર્થિનીનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેર ફાયરીંગ બટ પાસે પ્રવેશબંધી


SHARE











વાંકાનેર ફાયરીંગ બટ પાસે પ્રવેશબંધી

મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક, રાજકોટ શહેર યુનિટ ખાતેના પોલીસ અધિકારી/કર્મચારીઓની ફાયરીંગ પ્રેક્ટીસ માટે વાંકાનેર ફાયરીંગ બટ ખાતે ફાયરીંગ પ્રેક્ટીસ લેવાની હોવાથી તા.૦૧-૦૧-૨૦૨૪ થી તા.૨૯-૦૨-૨૦૨૪ સુધી વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં રાહદારીઓ તેમજ વાહનો માટે પ્રવેશબંધી અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એન.કે. મુછાર દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવેલ છે.

આ જાહેરનામાં અનુસાર મોરબી જિલ્લાના વાંકાનેર ખાતે ફાયરીંગ બટ વાંકાનેર રેલ્વે લાઈન તરફ (સિંધાવદર રેલ્વે ફાટકથી વાંકાનેર તરફ જતા રેલ્વે લાઈનને સમાંતર સામે અમરનગર ફાટક પાસે, ઉતરે આવેલ ડુંગરની ધાર પાસે) આવેલ છે, તે ફાયરીંગ બટ વિસ્તારમાં તા.૦૧-૦૧-૨૦૨૪ થી તા.૨૯-૦૨-૨૦૨૪ સુધી જાહેર જનતાને પ્રવેશવું નહીં, ત્યાંથી પસાર થવું નહીં, કોઈ વાહનો કે ઢોર સાથે ત્યાંથી પસાર થવું નહી. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૧ ની તથા ભારતના ફોજદારી અધિનિયમની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાપાત્ર થશે.




Latest News