હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબી: મધ્યપ્રદેશની ભૂલી પડેલ કિશોરીને અભયમ ટીમ દ્વારા સલામત આશ્રય અપાવ્યો


SHARE













મોરબી: મધ્યપ્રદેશની ભૂલી પડેલ કિશોરીને અભયમ ટીમ દ્વારા સલામત આશ્રય અપાવ્યો

મોરબીમાં બે દિવસ પહેલા પાંચ વાગ્યાની આજુબાજુમાં  એક જાગૃત પુરુષ દ્વારા ફોન કરી તેમને કહ્યું કે એક ૧૩ વર્ષની કિશોરી મોરબી  સીરામીક ઉદ્યોગમાં કામ કરતી હતી અને મધ્યપ્રદેશ તેના  ઘરે જવા માટે નીકળી હતી. પરંતુ તે અત્યારે ત્રાજપર ચોકડી પાસે ભૂલી પડેલ છે. તેવું ૧૮૧ કોલ કરીને જણાવેલ હતું

૧૮૧ ટીમને જાણ થતા કાઉન્સિલર વૈશાલીબેન તથા કોન્સ્ટેબલ ભારતી બેન અને પાયલોટ સાથે તાત્કાલ ઘટના સ્થળે આવી પહોંચ્યા. કિશોરીની ઉંમર ૧૩ વર્ષની હતી. કિશોરી ખૂબ ગભરાયેલી હતી. જેથી તેનું કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું અને તેમના કાકાના ફ્રેન્ડ સાથે ૧૫ વ્યક્તિઓ  એક મહિના પહેલા કામ અર્થે મોરબી આવેલ છે અને કિશોરીના માતા- પિતા હયાત નથી. કિશોરી તેમના કાકી સાથે રહેતી હતી. તેથી તેમના કાકીએ તેમને કામ માટે અહીં મોકલેલ હતી. તેમના ગામના વ્યક્તિઓ નું કામ પૂર્ણ થતા. તે લોકો મધ્યપ્રદેશ જવા માટે નીકળી ગયેલ હતા. કિશોરી ઠેકેદાર સાથે હતી અને ઠેકેદાર પણ તેમના ગામના હતા. જો કે, કાર્ય સ્થળ પર ઠેકેદાર બદલાતા કિશોરીને કંપની પરથી તેના ઘરે જવા માટે નીકળેલ હતી. અને કિશોરીને તેમના વતનમાં તેમના ઘરનું એડ્રેસ ખ્યાલ હતું મધ્યપ્રદેશના ઇન્દોર જિલ્લાના એક ગામમાં રહે છે પરંતુ મોરબીમાં જે કંપનીમાં કામ કરવા માટે આવેલ હતી તે કંપનીનું નામ યાદ હતું નહીં. પરંતુ કંપની કયા વિસ્તારમાં આવેલી છે. તેનું એમને ખ્યાલ હોવાથી કિશોરીએ જણાવેલા સરનામા પર લઈ ગયેલ પરંતુ ત્યાં પણ તેમને કઈ યાદ આવેલ નહીં .તથા તેમના કાકી કાકાનો કોઈનો પણ નંબર ખ્યાલ હતો નહી . તેથી કિશોરીને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લઈ આવેલ ત્યારબાદ કિશોરીએ જણાવે સરનામા મુજબ તેમના ગામની હદ ના પોલીસ સ્ટેશનમાં બી'division પોલીસ સ્ટેશન ના કર્મચારીએ  મધ્ય પ્રદેશ ના  થાણા અધિકારી સાથે કિશોરી ની વાત- ચિત કરેલ હતી અને કિશોરીનો ફોટો વ્હોટેસ એપ મારફતે થાણા અધિકારીને મોકલેલ અને કિશોરીના ઘરનો  જ્યાં સુધી તેમના કાકા કાકી નો કોન્ટેક ના થાય ત્યાં સુધી કિશોરીને આશ્રય અર્થે વિકાસ ગૃહમાં સુરક્ષિત સોંપેલ છે






Latest News