મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે આવેલ શોપિંગ સેન્ટર નજીક લાંચની રકમ સ્વીકારતા તરઘરી ગામના મહિલા સરપંચના પતિ સહિત બેની એસીબીએ કરી ઘરપકડ


SHARE







માળીયા (મી)ના તરઘરી ગામના મહિલા સરપંચના પતિ અને સભ્ય ૮૦ હજારની લાંચ લેતા ઝડપાયા

માળીયા મિયાણા તાલુકાના તરઘરી ગામે ખરાવાડ તથા ગ્રામ પંચાયતના ખરાબામાં બાવળ કાપવાની મંજૂરી અરજજારને જોઇતી હતી જે મંજુરી આપવા માટે મહિલા સરપંચના પતિ અને ગ્રામ પંચાયતના એક સભ્યએ ૮૦ હજારની લાંચની માંગણી કરવામાં આવી હતી. જેથી કરીને અરજદાર દ્વારા એસીબી નો સંપર્ક કરવામાં આવ્યો હતો અને મહિલા સરપંચના પતિ તેમજ સભ્ય દ્વારા અરજદાર પાસેથી ૮૦ હજાર રૂપિયાની લાંચ લેવામાં આવતાની સાથે જ બંન્ને રંગે હાથે ઝડપી લેવામાં આવેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે પરદેશી બાવળ કાપવાનું કામ કરતા અરજદારે તરઘરી ગ્રામ પંચાયતની હદમાં આવેલ ખરાવાડ તથા ખરાબમાંથી પરદેશી બાવળ કાપવા માટે થઈને મંજૂરી લેવી હતી જેથી તરઘરી ગ્રામ પંચાયતના ચુટાયેલ સભ્ય દામજીભાઇ પોપટભાઇ ગામીનો સંપર્ક કર્યો હતો ત્યારે બાદ તરઘરી ગ્રામ પંચાયતના મહિલા સરપંચ જ્યોતિબેનના પતિ મુકેશભાઇ હમિરભાઇ પરમારનો સંપર્ક તેઓએ કરાવ્યો હતો અને ત્યારબાદ ગ્રામ પંચાયતના મહિલા સરપંચના પતિ તેમજ સભ્ય દ્વારા પરદેશી બાવળ કાપવાની ગ્રામ પંચાયતની મંજૂરી આપવા માટે થઈને અરજદાર પાસેથી ૮૦ હજાર રૂપિયાની માંગણી કરવામાં આવી હતી જેથી કરીને અરજદારે એસીબી નો સંપર્ક કર્યો હતો અને ત્યારબાદ એસીબીના અધિકારીઓ દ્વારા છટકુ ગોઠવવામાં આવ્યું હતું અને મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે આવેલ બાલાજી ચેમ્બર અવધ ડિલકસ પાન સેન્ટર પાસે અરજદાર પાસેથી લંચની રકમ ૮૦ હજાર મહિલા સરપંચના પતિ તથા સભ્ય દ્વારા સ્વીકારવામાં આવતાની સાથે જ બંનેને રંગે હાથે ઝડપી લેવામાં આવ્યા હતા આ કામગીરીમાં મોરબી એસીબી પીઆઇ એચ.એમ. રાણા અને રાજકોટ એસીબીના મદદનીશ નિયામક વી.કે. પંડ્યા સહિતના પોલીસકર્મીઓ દ્વારા કરવામાં આવી હતી






Latest News