મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ ટંકારા તાલુકાના વિરપર ગામે નિરાધાર ગૌ-માતાના લાભાર્થે નાટકનું આયોજન રક્તદાન મહાદાન: મોરબીમાં જીગ્નેશભાઈ વિરમગામાએ જન્મદિવસે કર્યું રક્તદાન મોરબી : માતાના મઢેથી પરત આવેલ રીક્ષાને અજાણ્યા ટ્રક ચાલકે રફાળેશ્વર પાસે હડફેટ લેતા ચાર લોકો સારવારમાં મોરબીમાં માતાના ત્રાસથી કંટાળીને ઘરેથી નીકળી ગયેલી યુવતીનું અભયમની ટીમે પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં દબાણ મુક્ત કરાયેલ સાવરની પાળ ખાતે 10 કરોડના ખર્ચે બ્યુટીફીકેશન-લેક ડેવલોપમેન્ટનું કામ કરાશે: ચેરમેન અલ્પબેન કંઝારીયા વાંકાનેરના ખાનપર ગામે પ્રેમ પ્રકરણમાં યુવાનના ઘર ઉપર યુવતીના પિતા સહિત 8 શખ્સોએ કર્યો હુમલો ​​​​​​​મોરબીમાં કલર કામ કરતાં સમયે વૃદ્ધ અને ગર્લ્સ હોસ્ટેલમાં બેડ ઉપરથી નીચે પડી જતાં વિદ્યાર્થિનીનું મોત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં વિશ્વકર્મા યોજનાનો લાભ લેવા જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ નિર્મલભાઈ જારીયાની અપીલ


SHARE











મોરબી જીલ્લામાં વિશ્વકર્મા યોજનાનો લાભ લેવા જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ નિર્મલભાઈ જારીયાની અપીલ

વિશ્વકર્મા યોજના થકી કારીગરોને સરકાર તરફથી ઘણો ફાયદો થવાનો છે અને ભવિષ્યમાં તેઓને તાલીમ અને લોન સહિતની સુવિધા સરકારે કરી છે ત્યારે મોરબી જિલ્લા ભાજપના બક્ષીપંચ મોરચાના પ્રમુખ નિર્મલભાઈ જારીયાએ પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ સન્માન યોજનાનો વધુમાં વધુ મોરબી જિલ્લાના લોકોને લાભ લેવા માટે અપીલ કરી છે.

મોરબી જિલ્લા ભાજપના બક્ષીપંચ મોરચાના પ્રમુખ નિર્મલભાઈ જારીયાએ માહિતી આપતા જણાવ્યુ છે કે, પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય યોજના થકી દરજી, વાળંદ(નાઇ), કુંભાર, કડિયા, લુહાર, સુથાર, મોચી વગેરે સમાજના કારીગરોના સશક્તિકરણને પ્રોત્સાહન મળશે. તેમના વેપારમાં વૃદ્ધિની શૃંખલાને આગળ વધારવા અને સક્ષમ બનાવવા માટે શરૂઆતથી માંડી અંત સુધી સર્વગ્રાહી સહાય પ્રધાન થશે. જેથી તેમની સામાજિક, આર્થિક સ્થિત તેમજ તેમના જીવનની ગુણવત્તામાં સુધારો થશે. આ યોજનમાં પાત્રતા ચકાસ્યા બાદ તબક્કાવાર આ યોજના અંતર્ગત લાભાર્થીઓને લોન મળે માટે તેવું આયોજન કરવામાં આવ્યું છે જેથી હાલમાં મોરબી જિલ્લામાં રજિસ્ટ્રેશનનું કામ ચાલુ છે તેમજ કોમન સર્વિસ સેન્ટર (CSC ) માંથી કારીગરો રજિસ્ટ્રેશન કરાવી સરકારની યોજનાનો લાભ મેળવે તેવી અપીલ કરી છે.




Latest News