માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં આજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત મોરબીમાં મંગેતર સાથે રસોઇ બનાવવા બાબતે બોલાચાલી બાદ યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક કારખાનામાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત: બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી
Breaking news
Morbi Today

વાંકાનેર નજીકથી કરાયેલ ૮૦૦ કિલો કોપર વાયરની ચોરીમાં આંતરરાજ્ય ગુર્જર ગેંગના પાંચ સાગરીતોની ધરપકડ: સાતની શોધખોળ


SHARE













વાંકાનેર નજીકથી કરાયેલ ૮૦૦ કિલો કોપર વાયરની ચોરીમાં આંતરરાજ્ય ગુર્જર ગેંગના પાંચ સાગરીતોની ધરપકડ: સાતની શોધખોળ

મોરબી જિલ્લાના વાંકાનેર નજીક આવેલ લિંબાળાની ધાર પાસે આવેલ ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના હેડ વર્ક આવેલ છે ત્યાં મૂકવામાં આવેલ ચાલુ ટ્રાન્સફોર્મરમાંથી ૫૦૦ કિલો કોપર વાયર તેમજ સ્પેર ટ્રાન્સફોર્મરમાંથી ૩૦૦ કિલો કોપર વાયર આમ કુલ મળીને ૮૦૦ કિલો કોપર વાયરની ચોરી કરવામાં આવેલ હતી જેથી કરીને ૪.૮૦ લાખના મુદ્દામાલની ચોરી થઈ હોવાની વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે કોન્ટ્રાક્ટરે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આ ગુનામાં ૧૦.૧૩ લાખના ચોરાઉ મુદામાલ સાથે આંતરરાજ્ય ગુર્જર ગેંગના પાંચ સાગરીતોને દબોચી લીધેલ છે અને બીજા સાત આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

અમદાવાદના વટવા ગામે ધર્મભૂમિ સોસાયટી ખાતે રહેતા ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડમાં કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા મુકેશભાઈ ભગવાનજીભાઈ મારવાણીયા જાતે પટેલ (૫૪)એ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં તેને જણાવ્યું હતું કેવાંકાનેર નજીક આવેલ લિંબાળાની ધાર પાસે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડનું હેડ વર્ક આવેલ છે અને ત્યાં પંપીંગ સ્ટેશન ખાતેથી ગામડાઓને પાણીની સપ્લાય કરવામાં આવતી હોય છે જોકે કોઈ અજાણ્યા શખ્સ દ્વારા રાત્રીના સમયગાળા દરમિયાન હેડ વર્ક ખાતે પંપીંગ સ્ટેશનના કમ્પાઉન્ડમાં પ્રવેશ કરીને ચાલુ ટ્રાન્સફોર્મર ૪૦૦ કેવીએ માંથી ૫૦૦ કિલો કોપર વાયર તેમજ સ્પેર ટ્રાન્સફોર્મર ૨૫૦ કેવીએ માંથી ૩૦૦ કિલો કોપર વાયર આમ કુલ મળીને ૮૦૦ કિલો કોપર વાયર આમ કુલ મળીને ૪.૮૦ લાખના કોપર વાયરની ચોરી કરેલ છે જેથી કરીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને વાંકાનેર સિટી પોલીસ તેમજ એલસીબીની ટિમ આરોપીને પકડવા માટે તપાસ કરી રહી હતી તેવામાં એલસીબીની ટીમે આ ગુનામાં ચુનીલાલ ભેરૂલાલ ગુર્જર (૨૫), હાલ રહે. હાલ ઓનેસ્ટ હોટલથી આગળ, આવેલ ભંગારના ડેલામાં તાલુકો લીંબડી મુળ રહે. સરેડી ગામ રાજસ્થાન, પ્રભુલાલ ઇશ્વરલાલ ગુર્જર (૨૩) હાલ ઓનેસ્ટ હોટલથી આગળ, આવેલ ભંગારના ડેલામાં તાલુકો લીંબડી મુળ રહે. સરેડી ગામ રાજસ્થાન, દિપકભાઇ રેખારામ ગુર્જર (૨૧) રહે. મુળ જાંખરા ભેરૂબાબાના મંદિરપાસે તાલુકો દેવગઢ રાજસ્થાન હાલ રહે. શામળાજી, વાંકાનેર જી.આઇ.ડી.સી. અંદર ગોડાઉન નંબર-૧૦૪ જીલ્લો અરવલ્લી, રતનલાલ સરવણલાલ ગુર્જર (૨૧) રહે. હાલ લીંબડી-સુરેન્દ્રનગર રોડ, પાણી પુરવઠાની બાજુમાં ભંગારના ડેલામાં તાલુકો લીંબડી મુળ ગામ જસવંતપૂરા રાજસ્થાન અને લક્ષ્મણલાલ મેઘરાજ કુમાવત (૨૮) રહે. હાલ અમદાવાદ, સનાથલ સર્કલ, ખોડલ હોટલની બાજુમાં, ભંગારના ડેલામાં મુળ ગામ સબલપુરા રાજસ્થાન વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી કુલ મળીને ૧૦.૧૩ લાખનો ચોરાઉ માલ કબજે કરેલ છે તેવું મોરબીના ડીવાયએસપી પી.એ. ઝાલાએ માહિતી આપતા જણાવ્યુ છે

વાંકાનેર નજીક આવેલ લિંબાળા પાસે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના પંપીંગ સ્ટેશન ખાતે જે રીતે ચોરી કરવામાં આવી હતી તેવી જ રીતે સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલા તાલુકામાં ચાણપા ગામના પાટીયા નજીક ગુજરાત પાણી પુરવઠા બોર્ડના પંપીંગ સ્ટેશન ખાતે પણ ચોરી કરવામાં આવી હતી જેથી આરોપી એક જ ગેંગ હોવાની શંકાના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી તેવામાં આ ગુનાને અંજામ આપનાર આરોપી લીંબડી અમદાવાદ હાઇવે રોડ ઉપર આવેલ રામભરોસે હોટલની બાજુમાં આવેલ ભંગારનો ડેલો ધરાવતો ચુનીલાલ ભેરૂલાલ ગુર્જર હોવાની સચોટ હકીકત મળેલ હતી જેથી પોલીસે તપાસ કરતા ત્યાંથી ચોરાઉ માલ મળી આવ્યો હતો માટે પાંચ આરોપીની ધરપકડ કરેલ છે આ શખ્સોએ વાંકાનેર ઉપરાંત ચોટીલા, મુળી, પાણસીણા તથા અમદાવાદ ગ્રામ્યમાં પાનાં ચોરી કરી હતી અને લખતરના ગાંગડ નજીક આવેલ પાણી પુરવઠા બોર્ડના ફિલ્ટર પ્લાન્ટના ચોકીદારને બંધક બનાવી માર મારીને લૂંટ કરી હતી આ ગુનામાં હજુ સાત આરોપીઓને પકડવાના બાકી છે તેને પકડવા માટે તજવીજ ચાલી રહી છે હાલમાં પકડાયેલા આરોપીઓ પાસેથી પોલીસે ૫૦૭ કિલો કોપર વાયર, બલેનો કાર નંબર જીજે ૩૩ એફ ૦૮૮૦, રોકડા ૧.૮૦ લાખ, અશોક લેલન બડા દોસ્ત બે લાખ રૂપિયા, જુદીજુદી સાઈઝના પાનાં, ૬ મોબાઇલ ફોન આમ કુલ મળીને ૧૦,૧૩,૨૦૦ નો મુદામાલ કબ્જે કરેલ છે.

આ ગુનામાં હજુ રાજુ ગુર્જર રહે, નાબરીયા રાજસ્થાન, ધર્મેશ બાબુલાલ ગુર્જર રહે, આંકીયા રાજસ્થાન, સુખદેવ ગુર્જર રહે, ક્વાસ્કાગુડા રાજસ્થાન, ગોરધનનાથ સુગનનાથ યોગી રહે. જીતી રાજસ્થાન, સુરેશ ગુર્જર રહે. બુરવાડા રાજસ્થાન, ડાલુ હાલુ ગુર્જર રહે બબાના રાજસ્થાન અને પ્રકાશ પન્નાલાલ સાલ્વી રહે. કુવાસ્કા ગુડાપોકુંડાવા રાજસ્થાન વાળાને પકડવાના બાકી છે જો કે, હાલમાં મોરબી જિલ્લા એલ.સી.બી., પેરોલ ફર્લો સ્કવોડની ટીમને વાંકાનેર સિટીમાં નોંધાયેલ ટ્રાન્સફોર્મર તોડીને કોપર વાયર, એલ્યુમીનીયમના વાયરની ચોરીનો ભેદ ઉકેલી નાખેલ છે તે ઉપરાંત સૌરાષ્ટ્રના કુલ છ અનડિટેકટ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે અને હાલમાં આંતરરાજય ગુર્જર ગેંગના પાંચ સભ્યોને પકડીને વાંકાનેર સિટી પોલીસ હવાલે કરેલ છે જો કે, હજુ આ ગુનામાં સાત આરોપીઓને પકડવાના બાકી છે તેને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે આ કામગીરી એલસીબીના પીઆઇ ડી.એમ. ઢોલ, એલસીબીના પીએસઆઈ એન.એચ. ચુડાસમા, કે.એચ.ભોચીયા અને એ.ડી. જાડેજા તથા એલસીબી અને પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ દ્વારા કરવામાં આવી હતી 






Latest News