મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ ટંકારા તાલુકાના વિરપર ગામે નિરાધાર ગૌ-માતાના લાભાર્થે નાટકનું આયોજન રક્તદાન મહાદાન: મોરબીમાં જીગ્નેશભાઈ વિરમગામાએ જન્મદિવસે કર્યું રક્તદાન મોરબી : માતાના મઢેથી પરત આવેલ રીક્ષાને અજાણ્યા ટ્રક ચાલકે રફાળેશ્વર પાસે હડફેટ લેતા ચાર લોકો સારવારમાં મોરબીમાં માતાના ત્રાસથી કંટાળીને ઘરેથી નીકળી ગયેલી યુવતીનું અભયમની ટીમે પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં દબાણ મુક્ત કરાયેલ સાવરની પાળ ખાતે 10 કરોડના ખર્ચે બ્યુટીફીકેશન-લેક ડેવલોપમેન્ટનું કામ કરાશે: ચેરમેન અલ્પબેન કંઝારીયા વાંકાનેરના ખાનપર ગામે પ્રેમ પ્રકરણમાં યુવાનના ઘર ઉપર યુવતીના પિતા સહિત 8 શખ્સોએ કર્યો હુમલો ​​​​​​​મોરબીમાં કલર કામ કરતાં સમયે વૃદ્ધ અને ગર્લ્સ હોસ્ટેલમાં બેડ ઉપરથી નીચે પડી જતાં વિદ્યાર્થિનીનું મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધા  આગામી ૨૬ ડિસેમ્બરે યોજાશે


SHARE











મોરબી જિલ્લા કક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધા  આગામી ૨૬ ડિસેમ્બરે યોજાશે

ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તથા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરી, મોરબી દ્વારા સંચાલીત જિલ્લા કક્ષા સૂર્ય નમસ્કાર સ્પર્ધા આગામી તા.૨૬/૧૨ ના રોજ સવારે ૮.૦૦ કલાકથી નવજીવન વિદ્યાલય, સજનપર ધુનડા રોડ, મોરબી ખાતે યોજાશે.

આ સ્પર્ધામાં તાલુકા/નગરપાલીકા કક્ષાના પ્રથમ વિજેતા સ્પર્ધક ભાગ લઈ શકશે માટે તાલુકા/નગરપાલીકામાં પ્રથમ આવેલ તમામ સ્પર્ધકોએ તા.૨૬/૧૨/૨૦૨૩ના રોજ સવારે ૮.૦૦ કલાકે નવજીવન વિદ્યાલય, સજનપર ધુનડા રોડ, મોરબી ખાતે રીપોર્ટીંગ કરવા જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવવામાં આવ્યું છે

બાગાયતી યોજના વિષયક સેમીનાર યોજાયો

બાગાયતી યોજનાઓના પ્રચાર-પ્રસાર માટે રાજ્યભરમાં ખેડૂત શિબિર કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત મોરબી જિલ્લામાં મોરબી તાલુકાના લક્ષ્મીનગર અને ટંકારા તાલુકાના વિરવાવ ગામે ખેડૂતોને બાગાયતી યોજનાઓથી માહિતગાર કરવા ખેડૂત શિબિર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ખેડૂત શિબિરમાં મુખ્યત્વે બાગાયત ખાતાના અધિકારીઓ અને આત્માના કર્મચારીશ્રીઓ દ્વારા વિવિધ બાગાયતલક્ષી યોજનાઓની માહિતી આપી તેનો વધુને વધુ લાભ ખેડૂતો કઇ રીતે લઈ શકે તે અંગે ખેડૂતોને માર્ગદર્શિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત બાગાયત ખાતાની નવી બાબત, પ્રાકૃતિક ખેતી તેમજ પાક વ્યવસ્થાપન, રોગ નિયમન વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ કાર્યકમમાં ખેડૂતોએ ઉત્સાહથી ભાગ લઈને વિવિધ યોજના અને તેના લાભ વિશે માહિતી મેળવી હતી.




Latest News