મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ ટંકારા તાલુકાના વિરપર ગામે નિરાધાર ગૌ-માતાના લાભાર્થે નાટકનું આયોજન રક્તદાન મહાદાન: મોરબીમાં જીગ્નેશભાઈ વિરમગામાએ જન્મદિવસે કર્યું રક્તદાન મોરબી : માતાના મઢેથી પરત આવેલ રીક્ષાને અજાણ્યા ટ્રક ચાલકે રફાળેશ્વર પાસે હડફેટ લેતા ચાર લોકો સારવારમાં મોરબીમાં માતાના ત્રાસથી કંટાળીને ઘરેથી નીકળી ગયેલી યુવતીનું અભયમની ટીમે પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં દબાણ મુક્ત કરાયેલ સાવરની પાળ ખાતે 10 કરોડના ખર્ચે બ્યુટીફીકેશન-લેક ડેવલોપમેન્ટનું કામ કરાશે: ચેરમેન અલ્પબેન કંઝારીયા વાંકાનેરના ખાનપર ગામે પ્રેમ પ્રકરણમાં યુવાનના ઘર ઉપર યુવતીના પિતા સહિત 8 શખ્સોએ કર્યો હુમલો ​​​​​​​મોરબીમાં કલર કામ કરતાં સમયે વૃદ્ધ અને ગર્લ્સ હોસ્ટેલમાં બેડ ઉપરથી નીચે પડી જતાં વિદ્યાર્થિનીનું મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના બે ડેમમાંથી ખેડૂતોને સિંચાઇ માટે પાણી નદીમાં છોડવામાં આવ્યું


SHARE











મોરબી જિલ્લાના બે ડેમમાંથી ખેડૂતોને સિંચાઇ માટે પાણી નદીમાં છોડવામાં આવ્યું

મોરબી જિલ્લામાં ખેડૂતોને સિંચાઈનું પાણી મળે તે માટે સ્થાનિક ડેમમાંથી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે ત્યારે ટંકારાના ડેમી-૨ ડેમ અને મોરબીના ઝીકિયારી ગામ પાસે આવેલ ઘોડાધ્રોઈ ડેમમાંથી ચેકડેમોમાં પાણી ભરવા માટે પાણી છોડવાનો નિર્ણય કરવામાં આવેલ છે જેથી ખેડૂતોમાં ખુશીની લાગણી છે

મોરબી જિલ્લાના ટંકારાના નસીતપર ગામ પાસે આવેલ ડેમી-૨ ડેમમાં સૌની યોજનાનું પાણી આવતા ડેમની સપાટી ભરેલી છે ત્યારે આ ડેમમાંથી ડેમી-૩ ડેમ અને વચ્ચે આવતા ચેકડેમોમાં પાણી ભરવા માટે આજે તા. ૨૨ ના રોજ બપોરે ૧૨:૪૫  કલાકથી ડેમના બે દરવાજા ખોલી પાણી નદીમાં છોડવામાં આવેલ છે અને પાણી છોડતા પહેલા નસીતપર, નાના રામપર, મોટા રામપર મોરબી તાલુકાના ચાચાપર, ખાનપર, કોયલી, ધુળકોટ, આમરણ, ડાયમંડનગર અને બેલા તેમજ જોડિયાના માવનુ ગામના લોકોને એલર્ટ કરવામાં આવેલ છે

આવી જ રીતે મોરબીના ઝીકિયારી ગામ પાસે આવેલ ઘોડાધ્રોઈ ડેમની હેઠળ આવેલ વિસ્તારમાં ચેકડેમમાં પાણી ભરવા માટે થઈને હાલમાં આયોજન કરવામાં આવ્યું છે અને મોરબી તેમજ માળીયા તાલુકાનાં ખેડુતોને સિંચાઈ માટેનું પાણી મળે તે માટે ડેમમાંથી પાણી છોડવામાં આવશે આ ઘોડાધ્રોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવે તે પહેલા મોરબી અને માળીયાના ૯ ગામોને એલર્ટ કરવામાં આવેલ છે અને શુક્રવારે રાતે ૧૦ વાગ્યાથી નદીમાં પાણી છોડવાનું આયોજન કરવામાં આવ્યું છે તેવું અધિકારીએ જણાવ્યુ છે




Latest News