હળવદના દિઘડિયા ગામે સગા ભાઈની હત્યાના ગુનામાં બીજા આરોપીની ધરપકડ
મોરબીના ભારત વિકાસ પરિષદ દ્વારા મહિલાઓ માટે થાળી-ગરબા ડેકોરેશન સ્પર્ધા યોજાશે
SHARE
મોરબીના ભારત વિકાસ પરિષદ દ્વારા મહિલાઓ માટે થાળી-ગરબા ડેકોરેશન સ્પર્ધા યોજાશે
નવરાત્રીના પાવન પર્વની ભારતીય સંસ્કૃતિ પ્રમાણે ઉજવણી થાય અને બહેનોમાં રહેલી સુષુપ્ત શક્તિઓ અને સર્જનાત્મકતાને ખીલવાની તક મળે તે જરૂરી છે જેથી ભારત વિકાસ પરિષદ મોરબીની મહિલા પાંખ દ્વારા બહેનો માટે આરતી થાળી ડેકોરેશન તથા ગરબા ડેકોરેશન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સ્પર્ધા આગામી તારીખ ૧૦/૧૦ ના રોજ બપોરે ૩ થી ૬ દરમિયાન ઓમ શાંતિ ઇંગ્લીશ મિડિયમ સ્કૂલ શનાળા રોડ ખાતે યોજાશે. આ બંને સ્પર્ધાઓ જુદા જુદા બે વિભાગમાં યોજવામાં આવશે. જેમાં વિભાગ અ ૧૫ વર્ષથી નાના બહેનો માટે તથા વિભાગ બ ૧૫ વર્ષથી મોટા બહેનો ભાગ લઈ શકશે અને ડેકોરેશન કરવા માટે સ્પર્ધા સ્થાન પર ૪૫ મીનીટનો સમય આપવામાં આવશે. ડેકોરેશન માટેની તમામ સામગ્રી સ્પર્ધકોએ પોતાની સાથે લાવવાની રહેશે અને બંને સ્પર્ધાના બંને વિભાગમાં પ્રથમ ત્રણ ક્રમે વિજેતા થનાર વિજેતાઓને પ્રોત્સાહિત કરવામાં આવશે તેમજ ભાગ લેનારા તમામ સ્પર્ધકોને પ્રમાણપત્ર આપવામાં આવશે અને નિર્ણાયકોનો નિર્ણય આખરી અને સૌ ને બંધનકર્તા રહેશે. આ સ્પર્ધા માટે તા ૯/૧૦ સુધી નામ નોંધવામાં આવશે અને વધુ વિગતો માટે સંયોજીકા કાજલબેન ત્રિવેદી (૯૦૧૬૫ ૯૫૮૯૫), પ્રોજેક્ટ ચેરમેન દર્શનાબેન પરમાર (૭૬૯૮૫ ૦૫૧૪૯), સહસંયોજીકા કુસુમબેન બોપલીયા (૬૩૫૧૭ ૭૧૪૩૧),દર્શનાબેન ભટ્ટ (૯૮૨૫૭ ૫૬૨૩૮), અલ્પાબેન મારવણીયા (૯૬૦૧૪ ૪૪૦૦૪) નો સંપર્ક કરવા સંસ્થાની યાદીમાં જણાવાયું છે.