મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ ટંકારા તાલુકાના વિરપર ગામે નિરાધાર ગૌ-માતાના લાભાર્થે નાટકનું આયોજન રક્તદાન મહાદાન: મોરબીમાં જીગ્નેશભાઈ વિરમગામાએ જન્મદિવસે કર્યું રક્તદાન મોરબી : માતાના મઢેથી પરત આવેલ રીક્ષાને અજાણ્યા ટ્રક ચાલકે રફાળેશ્વર પાસે હડફેટ લેતા ચાર લોકો સારવારમાં મોરબીમાં માતાના ત્રાસથી કંટાળીને ઘરેથી નીકળી ગયેલી યુવતીનું અભયમની ટીમે પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં દબાણ મુક્ત કરાયેલ સાવરની પાળ ખાતે 10 કરોડના ખર્ચે બ્યુટીફીકેશન-લેક ડેવલોપમેન્ટનું કામ કરાશે: ચેરમેન અલ્પબેન કંઝારીયા વાંકાનેરના ખાનપર ગામે પ્રેમ પ્રકરણમાં યુવાનના ઘર ઉપર યુવતીના પિતા સહિત 8 શખ્સોએ કર્યો હુમલો ​​​​​​​મોરબીમાં કલર કામ કરતાં સમયે વૃદ્ધ અને ગર્લ્સ હોસ્ટેલમાં બેડ ઉપરથી નીચે પડી જતાં વિદ્યાર્થિનીનું મોત
Breaking news
Morbi Today

ટંકારા ગ્રામ પંચાયતનું બજેટ નામંજૂર થતાં અનેક તર્ક વિતર્ક


SHARE











ટંકારા ગ્રામ પંચાયતનું બજેટ નામંજૂર થતાં અનેક તર્ક વિતર્ક

ટંકારા ગ્રામ પંચાયત ખાતે સામાન્ય સભાની બેઠક મળી હતી. અને એજન્ડામાં બજેટ રજુ થતા જ આગોતરી તૈયારી સાથે આવેલા સરપંચ વિરોધ જુથના સભ્યોએ વિરોધ કરી તમામ મુદ્દાઓ જેમા આગોતરું બજેટ સહિત નામંજુર કર્યુ હતુ. સાથે તમામ રજુ થયેલ પ્રકરણો પણ હોબાળો મચાવી બહુમતીના જોરે નામંજુર કરતા સરપંચ ગોરધનભાઈ ખોખાણીના પગ નીચેથી જમીન ખસકી ગઈ હતી. અને બધી મિટીંગમા થતી કાર્યવાહીથી વિપરીત કાર્યવાહી થતાં સભ્યો પણ ચોકી ઉઠયા હતા. અને સરપંચ પેનલનો એક સભ્ય ગેરહાજર રહેતા તમામ ખેલ ખુલ્લો થઈ ગયો હતો.

 ટંકારા ગ્રામ પંચાયતની સામાન્ય મીટીંગમા બજેટ સહિત કુલ નવ એજન્ડા મૂકવામાં આવ્યા હતા જેમા રશિકભાઈ દુબરીયા, કનુભાઈ ઝાપડા, સલિમભાઈ માડકીયા, મકબુલ ચૌધરી, બિલકિસબેન, શા બિલકિસબેન ઈકબાલભાઈ અને રોશનબેન આમદભાઈ એમ ૭ સભ્યોએ તમામ મુદ્દાઓ પર ચર્ચા ન કરી અગાઉ નક્કી કર્યા મુજબ નામંજુરી માટે મત આપ્યો હતો. જ્યારે સરપંચ ગોરધનભાઈ ખોખાણી, ઉપ સરપંચ નિર્મળાબેન ચાવડા, મિનાબેન ચૌહાણ, શોભનાબેન ઝાપડા, દામજીભાઈ ધેટીયા અને મિનાબેન મહેતાએ સામાન્ય સભામાં મુકેલા મુદાઓ માટે હકારમાં મત આપો હતો. પરંતુ સતાપક્ષને ૬ મત મળ્યા હતા જેથી એજન્ડા નામંજુરની મહોર લાગી હતી.

હવે અનેક સવાલો ઉભા થયા છે અને અનેક તર્ક વિતર્કો થઈ રહ્યા છે જેમાં જાતીવાદ અને સભ્યોના સુચનો તેના વિસ્તારમાં કામ સહિતના મુદાઓ ટોક ઓફ ધ ટાઉન બનેલ છે જે હવે આગામી દિવસોમાં ભારે રાજકીય રંગ લાવશે અને અનેક નેતાઓ આ બાબતે ઈનવડ થઈને અલગ અલગ મંતવ્યો પણ મુકશે. અત્રે ઉલ્લેખનીય છે કે ધણા વર્ષો સુધી પંચાયતમા સતા ઉપર રહેલા સમુહ ફરી એકવાર પંચાયતમા પગદંડો જમાવવા જહેમત ઉઠાવી રહા હોય ગત દિવસોમાં બનેલ ધટનાઓ પણ આ માટે જવાબદાર છે કે લવ જેહાદ અશાંત ધારો અને વિકાસની વાત સહિતના પશ્ર્નો થકી ટાઉનમાં રાજકીય ગરમાવો લાવી દીધો છે.




Latest News