મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ ટંકારા તાલુકાના વિરપર ગામે નિરાધાર ગૌ-માતાના લાભાર્થે નાટકનું આયોજન રક્તદાન મહાદાન: મોરબીમાં જીગ્નેશભાઈ વિરમગામાએ જન્મદિવસે કર્યું રક્તદાન મોરબી : માતાના મઢેથી પરત આવેલ રીક્ષાને અજાણ્યા ટ્રક ચાલકે રફાળેશ્વર પાસે હડફેટ લેતા ચાર લોકો સારવારમાં મોરબીમાં માતાના ત્રાસથી કંટાળીને ઘરેથી નીકળી ગયેલી યુવતીનું અભયમની ટીમે પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં દબાણ મુક્ત કરાયેલ સાવરની પાળ ખાતે 10 કરોડના ખર્ચે બ્યુટીફીકેશન-લેક ડેવલોપમેન્ટનું કામ કરાશે: ચેરમેન અલ્પબેન કંઝારીયા વાંકાનેરના ખાનપર ગામે પ્રેમ પ્રકરણમાં યુવાનના ઘર ઉપર યુવતીના પિતા સહિત 8 શખ્સોએ કર્યો હુમલો ​​​​​​​મોરબીમાં કલર કામ કરતાં સમયે વૃદ્ધ અને ગર્લ્સ હોસ્ટેલમાં બેડ ઉપરથી નીચે પડી જતાં વિદ્યાર્થિનીનું મોત
Breaking news
Morbi Today

મોરબીની ગીતાંજલી વિદ્યાલય-વાંકાનેરના ભીમગુડા ગામની શાળામાં ગીતા જયંતિ ઉજવાઇ


SHARE











મોરબીની ગીતાંજલી વિદ્યાલય-વાંકાનેરના ભીમગુડા ગામની શાળામાં ગીતા જયંતિ ઉજવાઇ

વાંકાનેરના ભીમગુડા પ્રાથમિક શાળામાં એક અનોખી પહેલ કરવામાં આવી હતી અને ગીતા જયંતિ નિમિતે શાળાના આચાર્ય રાકેશભાઇ રાઠોડ દ્રારા કાર્યક્રમ યોજાયો હતો જેની માહિતી આપતા આચાર્યએ જણાવ્યુ હતું કે, શાળામાં અભ્યાસ કરતા બાળકોએ શિક્ષણમાં પ્રગતિ કરી છે એવા ૨૦ બાળકોને શ્રીમદ ભાગવત ગીતા શાળાના સંસ્કૃતવિદ શિક્ષક પ્રફુલકુમાર હરિયાણીના સૌજન્યથી ધર્મ અને કર્મથી જ્ઞાત થાય તે હેતુસર આપીને બાળકોનું સન્માન કરવામાં આવ્યું હતુ. તેમજ ગીતાંજલી વિદ્યાલય-મોરબી ખાતે ગીતા જયંતિ નિમિતે ભવ્ય ઉજવણી કરવામાં આવી.જેમાં ૧૦૮ ભગવદગીતાનું ૧૦૮ દિવડાઓ પ્રગટાવી પુજન કરવામાં આવ્યું હતું આ વિદ્યાર્થી અને શિક્ષકો દ્વારા ગીતાના શ્લોકનું ગાન કરવામાં આવ્યુ હયું તેમજ આ દિવસનું અને ગીતાનું આપણી જીવનશૈલીમાં શું મહત્વ છે તે વિદ્યાર્થીઓને સમજાવવામાં આવ્યું હતુ.




Latest News