મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબી વરિયા મંદિર મુકામે આગામી ૩૦ ના રોજ ગુરુશ્રી વિરદાસબાપુની ૧૯ મી પુણ્યતિથિ ઉજવાશે


SHARE













મોરબી વરિયા મંદિર મુકામે આગામી ૩૦ ના રોજ ગુરુશ્રી વિરદાસબાપુની ૧૯ મી પુણ્યતિથિ ઉજવાશે

મોરબી વરિયા મંદિર મુકામે આગામી તા ૩૦ ના રોજ ગુરુ વિરદાસબાપુની ૧૯ મી પુણ્યતિથિ ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે અયોધ્યા અક્ષત કળશ પૂજન,વૈદીક યજ્ઞ, ધૂન કીર્તન, મહાઆરતી, પ્રસાદ, સંતવાણી, પુસ્તક પ્રદર્શન સહિતના વિવિધ કાર્યક્રમો યોજાશે

સમસ્ત વરિયા પ્રજાપતિ સમાજના આસ્થાનું કેન્દ્ર એવા મોરબીના વરિયા મંદિર મુકામે શ્રી ઠાકર ભજન મંડળ, જય ગુરુદેવ ગ્રુપ, અને સમસ્ત વરિયા પ્રજાપતિ સમાજના સહકારથી આગામી તા. ૩૦ ને શનિવારના રોજ વરિયા મંદિરના મહંત પરમપુજ્ય ગુરૂ વિરદાસબાપુની ૧૯ મી પુણ્યતિથિ મહોત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. જેમાં તારીખ ૩૦ ના રોજ સવારે ૮:૩૦ કલાકે પંચકુંડી વૈદીક વાતાવરણ શુદ્ધિ યજ્ઞ નું આયોજન કરાયું છે જેમાં મોરબીની વૈદીક યજ્ઞ સમિતિ દ્વારા આ યજ્ઞ કરાવવામાં આવશે. ત્યારબાદ બપોરે ૩ કલાકે સત્યનારાયણ ભગવાનની કથા, ૪ કલાકે અયોધ્યા ભગવાન શ્રી રામ જન્મભૂમિથી આવેલ અક્ષત કળશ ના સામેયા અને પૂજનનો ભવ્ય કાર્યક્રમ તેમજ બટુકભોજન,૫ કલાકે મોરબીના પ્રસિદ્ધિ શ્રી ગોકુળના બાલા હનુમાન ધૂન મંડળ અને શ્રી વરિયા મહિલા ધૂન મંડળનો ધૂન કીર્તન કાર્યક્રમ, ૬ કલાકે ગુરૂજીની મહાઆરતી યોજાશે જેમાં સમસ્ત વરિયા પ્રજાપતિ સમાજ અને સહુ ધર્મપ્રેમી જનતા અને ગુરુસેવકો જોડાશે,સાંજે ૬,૩૦ થી ૮ કલાક દરમ્યાન મહાપ્રસાદનું આયોજન છે

જેમાં સમસ્ત વરિયા પ્રજાપતિ સમાજના દરેક ગામમાં વસતા વરિયા પ્રજાપતી સમાજના ઉંબરાદિઠ એક વ્યક્તિ પ્રસાદ માટે આમંત્રણ પાઠવવાયું છે. ત્યારબાદ રાત્રીના ૯:૩૦ કલાકે સંતવાણી આયોજન કરાયું છે જેમાં સંતવાણી સુપ્રસિદ્ધ કલાકારો પ્રકાશ ગોહિલ સહિતના કલાકારો સંતવાણના સૂરો રેલાવશે દિવસ દરમ્યાન બપોરે ૨ થી ૫ વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળમાં કાર્યરત પુસ્તકાલય ના ૧૧૦૦ જેટલાં ધાર્મિક આદ્યાત્મિક, સાહિત્ય,પુસ્તકોનું પ્રદર્શન યોજાશે. દિવસ દરમ્યાન યોજાનાર કાર્યક્રમમાં સમસ્ત વરિયા પ્રજાપતિ સમાજના ગુરુદ્વાર શ્રી નકલંકધામ હડમતીયા ના મહંત ગુરૂશ્રી મેહુલદાસબાપુ, તેમજ વાવડી કર્મયોગી આશ્રમથી જયરાજનાથજીબાપુ તેમજ અનેક સંતો મહંતો ઉપસ્થિતિ રહેશે.સમગ્ર આયોજનની તડામાર તૈયારી મોરબીના શ્રી ઠાકર ભજન મંડળ,જય ગુરુદેવ ગ્રુપ, પ્રજાપતિ સમાજના યુવાનો અને ગુરુભક્તો દ્વારા કરાઈ રહી છે.






Latest News