મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે વ્યક્તિ સારવારમાં


SHARE









મોરબી નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે વ્યક્તિ સારવારમાં

મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ મેડિકલ કોલેજ પાસેથી ડબલ સવારી બાઈક પસાર થઈ રહયું હતું ત્યારે સફેદ કલરની ક્રેટા ગાડીના ચાલકે બાઇકને હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં બે વ્યક્તિઓને હાથે, પગે, શરીરે અને માથામાં ઇજાઓ થઈ હોવાથી તેઓને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને અકસ્માત સર્જીને કાર ચાલક તેની કાર લઈને સ્થળ ઉપરથી નાસી ગયો હતો જે બનાવ સંદર્ભે ઇજા પામેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીના નાનીવાવડી ગામે આવેલ ધરમનગર સમજુબા સ્કૂલની પાછળના ભાગમાં રહેતા રાહુલભાઈ ગોપાલભાઈ ચુડાસમા (31)એ હાલમાં અજાણી સફેદ કલરની ક્રેટા ગાડીના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ મેડિકલ કોલેજ સામેથી તેઓ પોતાનું બાઈક નંબર જીજે 36 એએન 4548 લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે પાછળથી ક્રેટા ગાડીના ચાલકે તેઓના બાઈકને હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં ફરિયાદીને પગમાં ફ્રેક્ચર તથા માથા અને જમણા હાથમાં ઇજાઓ થયેલ છે જ્યારે સાહેદ મયુરભાઈને હાથની આંગળીઓમાં ફ્રેક્ચર અને શરીરે ઇજાઓ થઈ હતી જેથી ઇજા પામેલ બંને વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News