મોરબી શહેરમાં અર્બન એટલાસ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોન સર્વે અને GIS આધારિત સર્વે કામગીરી શરૂ મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા સરકારી શાળા અને વંચિત વિસ્તારના બાળકોને હનુમાન અંશ ધાર્મિક બતાવવામાં આવી મોરબીના મહેન્દ્રનગર પાસે ટ્રક ચાલકે બોલેરોને ટકકર મારતા વૃધ્ધા સારવારમાં મોરબીમાં રિક્ષા ચાલકે બાઈકને હડફેટે સરકારી કર્મચારીનું મૃત્યુ થવાના કેસમાં ૪૨ લાખનુ વળતર ચૂકવવા આદેશ મોરબી જિલ્લામાં JOSH ટીમના માધ્યમથી ટીબી મુક્ત ભારત અભિયાનને વેગ અપાયો ખેલ મહાકુંભ: મોરબી મહાપાલિકાકક્ષા તથા ગ્રામ્ય અને જિલ્લાકક્ષાની સ્પર્ધાઓનો કાર્યક્રમ જાહેર કરાયો મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેની હાજરીમાં ભેરડા ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ
Breaking news
Morbi Today

મોરબીની ગીતાંજલી વિદ્યાલય ખાતે બાળમેળો-લાઈફસ્કીલ મેળો યોજાયો


SHARE









મોરબીની ગીતાંજલી વિદ્યાલય ખાતે બાળમેળો-લાઈફસ્કીલ મેળો યોજાયો

આધુનિક યુગમાં શિક્ષણના નુતન પ્રવાહો તેમજ ટેકનોલૉજીના યુગમાં લાઇફ સકીલ ડેવલોપ્મેન્ટની નૂતન સંકલ્પનાને સાકાર કરવા મોરબીમાં ગીતાંજલી વિદ્યાલયના ટ્રસ્ટી રૂપલબેન પનારા, આચાર્ય ઉભડીયા હર્ષદભાઇ તથા કંઝારીયા ધર્મેશભાઇ તેમજ સ્ટાફ મીત્રો દ્વારા બાળમેળો-લાઈફસ્કીલ મેળાનું  આયોજન કરવામાં આવ્યું હતું અત્રે ઉલેખનીય છે કે, વર્ગખંડમાં બાળક ઘણું બધુ શીખે છે, પરંતુ બાળમેળા દ્વારા બાળક પોતાની શક્તિઓને બહાર લાવી કંઇક નવું કરવાનો, બનાવવાનો આનંદ માણે છે. આ સાથે બાળકમાં “મેં કંઈક નવુ બનાવ્યું, શીખ્યું” તેનો આનંદ તેને જે મળે છે તે તેના જીવનભરની યાદ બની રહે છે. બાળકોના સર્વાંગી વિકાસ તેમજ તેના જીવન ઘડતર માટે ‘બાળમેળો’ એ પાયાના પગથિયા સમાન છે. ત્યારે ગીતાંજલી વિદ્યાલયમાં બાળમેળનુ આયોજન કરીને વિદ્યાર્થીઓને પોતાની કુશળતા વિકસાવવા અલગ અલગ ચીજવસ્તુ અને ખાણી-પીણીના સ્ટોલ બનાવી પોતાનામાં રહેલી આવડતને વેપાર-વાણિજય ક્ષેત્રે વિકસાવવાની તક પૂરી પડી હતી આ તકે વાલીઓ સહિતના લોકો મોટી સંખ્યામાં શાળાની મુલાકાતે આવ્યા હતા.




Latest News