મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

ટંકારા ઓરપેટ કન્યા વિદ્યાલયમાં સાયબર સેફ્ટી-સોશિયલ મીડિયાના ઉપયોગ વિષે વર્કશોપ યોજાયો


SHARE













ટંકારા ઓરપેટ કન્યા વિદ્યાલયમાં સાયબર સેફ્ટી-સોશિયલ મીડિયાના ઉપયોગ વિષે વર્કશોપ યોજાયો

બેટી બચાવો, બેટી પઢાઓ યોજના અંતર્ગત સાયબર સેફ્ટી અને સોશિયલ મીડિયાના ઉપયોગ અંગે યુવા છોકરીઓ માટે વર્કશોપ અને જાગૃતિ કાર્યક્રમનું આયોજન ટંકારા ઓરપેટ કન્યા વિદ્યાલયમાં મહિલા અને બાળવિભાગ મોરબી જિલ્લા દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારે શાળાના શિક્ષિકાબેન દ્વારા તમામ મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવેલ હતું, મહિલા અને બાળઅધિકારી કે.વી.કાતરિયા દીકરીઓને શિક્ષણ સાથે ટેકનોલોજીનો સકારાત્મક ઉપયોગ કેવી રીતે કરી શકાય અને સાયબર ક્રાઇમ વિશે વિસ્તૃત માહિતી આપેલ હતી આ ઉપરાંત જિલ્લા પ્રોજેક્ટ કો. ઓડીનેટર મયુરભાઈ સોલંકીએ મોબાઈલમાં બિનજરૂરી એપ તથા રેકોર્ડ થતાં ડેટા વિશે માહિતી આપી અને સેટિંગમાં ગૂગલ પર ડેટા સેવના રહે તે માટેની માહિતી સમજાવેલ હતું આ જ શાળાની ભૂતપૂર્વ વિર્દ્યાર્થી અને હાલ જેન્ડર સ્પેશ્યાલીસ્ટ DHEW ટીમમાં મહિલા અને બાળવિભાગ મોરબી જિલ્લામાં ફરજ બજાવતા રશ્મિબેન વિરમગામાંએ મહિલા અને બાળ વિભાગના pbsc,osc,dhew ના ઉલ્લેખ સાથે દીકરીના જન્મથી લઈને વૃદ્ધ સમયગાળા દરમિયાન લાગુ પડતા સરકારી યોજનાઓ વિશે મહિલાઓ માં જાગૃતતા લાવવા માટે પોતાની વાત રજૂ કરી હતી, એ ઉપરાંત સ્ત્રી સશક્તીકરણ વિશે માહિતી આપી હતી તથા  તમામ દીકરીઓને જિલ્લાની મહિલા અને બાળ કચેરીની મુલાકાત માટે આમંત્રિત કરી હતી આ સિવાય pbsc માંથી અવનીબેન તથા osc સેન્ટરમાંથી મકવાણાબેન દ્વારા પણ જરૂરી માહિતી આપવામાં આવી હતી તથા આ કાર્યક્રમના અંતે BBBP લોગો બેગ તથા BBBP કેલેન્ડરનું વિતરણ કરવામાં આવ્યું હતું.






Latest News