મોરબી શહેરમાં અર્બન એટલાસ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોન સર્વે અને GIS આધારિત સર્વે કામગીરી શરૂ મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા સરકારી શાળા અને વંચિત વિસ્તારના બાળકોને હનુમાન અંશ ધાર્મિક બતાવવામાં આવી મોરબીના મહેન્દ્રનગર પાસે ટ્રક ચાલકે બોલેરોને ટકકર મારતા વૃધ્ધા સારવારમાં મોરબીમાં રિક્ષા ચાલકે બાઈકને હડફેટે સરકારી કર્મચારીનું મૃત્યુ થવાના કેસમાં ૪૨ લાખનુ વળતર ચૂકવવા આદેશ મોરબી જિલ્લામાં JOSH ટીમના માધ્યમથી ટીબી મુક્ત ભારત અભિયાનને વેગ અપાયો ખેલ મહાકુંભ: મોરબી મહાપાલિકાકક્ષા તથા ગ્રામ્ય અને જિલ્લાકક્ષાની સ્પર્ધાઓનો કાર્યક્રમ જાહેર કરાયો મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેની હાજરીમાં ભેરડા ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા ગાયત્રી પરિવાર દ્વારા પ્રબુદ્ધ વર્ગની ચિંતન ગોષ્ઠીનો કાર્યક્રમ યોજાયો


SHARE









મોરબી જિલ્લા ગાયત્રી પરિવાર દ્વારા પ્રબુદ્ધ વર્ગની ચિંતન ગોષ્ઠીનો કાર્યક્રમ યોજાયો

મોરબીના સનાળા ગામે આવેલ પટેલ સમાજ વાડી ખાતે મોરબી જિલ્લા ગાયત્રી પરિવાર ગાયત્રી ચેતના કેન્દ્ર દ્વારા પ્રબુદ્ધ વર્ગની ચિંતન ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દેવ સંસ્કૃતિ વિશ્વવિદ્યાલય હરદ્વારના ઉપકુલપતિ ડો. ચિન્મય પંડ્યા દ્વારા માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું

અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિ કુંજ હરિદ્વાર પ્રેરિત યુગ નિર્માણ યોજના અંતર્ગત મોરબી જિલ્લા ગાયત્રી પરિવાર ગાયત્રી ચેતના કેન્દ્ર દ્વારા મોરબીના સનાળા ગામે આવેલ પટેલ સમાજ વાડી ખાતે પ્રબુદ્ધ વર્ગની ચિંતન ગોષ્ઠિનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વ્યક્તિ નિર્માણ, પરિવાર નિર્માણ, સમાજ નિર્માણ, રાષ્ટ્ર નિર્માણ અને વૈશ્વિક ચેતનના વિકાસ-વિસ્તાર તેમજ ભારતીય સંસ્કૃતિની પુનઃસ્થાપનાના મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી આ તકે યુવાનોના પ્રેરણાસ્ત્રોત અને પ્રબુદ્ધ પ્રવક્તા એવા દેવ સંસ્કૃત વિશ્વવિદ્યાલય હરદ્વારના ઉપકુલપતિ ડો. ચિન્મય પંડ્યા દ્વારા ચિંતન મહાયજ્ઞમાં આવેલા તમામ શ્રોતાઓને માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ત્યારે બહોળી સંખ્યામાં લોકો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે થઈને મોરબી જિલ્લા ગાયત્રી પરિવાર તથા શનાળા રોડ ઉપર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં કાર્યરત ગાયત્રી ચેતના કેન્દ્રના તમામ સ્વયંસેવકો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી




Latest News