મોરબીમાં ગાંજાના ગુનામાં પકડાયેલ આરોપી જામીન મુક્ત વાંકાનેર નજીક પોલીસના બાઇકને ઉડાવીને દારૂ ભરેલ ક્રેટા લઈ લઈને નાસી ગયેલ શખ્સ ધોળા દિવસે રાણેકપર ગામે વાહનમાંથી 1814 બોટલ દારૂ-61 બિયરના ટીન રેઢા મૂકીને ફરાર ! વાંકાનેરમાં ઘરમાંથી 935 ગ્રામ ગાંજાના જથ્થા સાથે આરોપીની ધરપકડ વાંકાનેરમાં મોબાઈલની દુકાનમાં ટી-20 ક્રિકેટ મેચ ઉપર જુગાર રમતા એક પકડાયો, એકની શોધખોળ મોરબીમાં મોબાઈલથી વરલીના આંકડા લેતા એક પકડાયો, એકની શોધખોળ: ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા મોરબી સિરામિક ઉદ્યોગમાં ગેસની સપ્લાઈ-ભાવ મુદે ગુજરાત ગેસ કંપનીના એમડી-અધિકારીઓએ સાથે મિટિંગ યોજાઇ હળવદના માનસર પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા માથું છૂંદાઈ જવાથી શ્રમિક યુવાનનું મોત વાંકાનેર નજીક ટ્રેન આડે પડતું મૂકીને અજાણ્યા યુવાને કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લાના નકલી ટોલનાકા મુદ્દે તપાસ ઠેરની ઠેર !: કાલે વાંકાનેરના પ્રાંત અધિકારી કલેક્ટરને સુપ્રત કરશે ફાઇનલ રિપોર્ટ


SHARE













મોરબી જીલ્લાના નકલી ટોલનાકા મુદ્દે તપાસ ઠેરની ઠેર !: કાલે વાંકાનેરના પ્રાંત અધિકારી કલેક્ટરને સુપ્રત કરશે ફાઇનલ રિપોર્ટ 

મોરબી વાંકાનેર હાઇવે ઉપર વઘાસિયા પાસે આવેલ ટોલનાકાને બાયપાસ કરીને ગેરકાયદે ટોલનાકા બનાવવામાં આવ્યા હતા અને ત્યાંથી પસાર થતા વાહન ચાલકો પાસેથી ઉઘરાણા કરવામાં આવતા હતા. જેની તપાસ માટે કલેક્ટર દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો જેના આધારે વાંકાનેરના પ્રાંત અધિકારી દ્વારા જુદા જુદા ચાર વિભાગના અધિકારીઓની એક કમિટી બનાવવામાં આવી હતી અને આ કમિટીની તપાસ પૂર્ણ થઈ ગયેલ છે અને અહેવાલ તૈયાર કરી દેવામાં આવ્યો છે જો કે, કાલે સાંજ સુધીમાં વાંકાનેરના પ્રાંત અધિકારી દ્વારા કલેક્ટરને અહેવાલ સુપ્રત કરશે અને આ ગુના હજુ સુધી એકપણ આરોપીનો પકડવામાં આવેલ નથી. 

મોરબી વાંકાનેર હાઇવે ઉપર વઘાસિયા પાસે કેન્દ્ર સરકાર સંચાલિત ટોલ પ્લાઝા આવેલ છે અને તેનું સંચાલન હાલમાં સેફ વે નામની કંપનીને સોંપવામાં આવ્યું છે અને આ ટોલનાકા ઉપરથી પસાર થતા વાહન ચાલકો પાસેથી સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ ચાર્જ મુજબની રકમ વસૂલ કરવામાં આવે છે જોકે, આ ટોલનાકાને બાયપાસ કરીને ટોલનાકાની બાજુમાં આવેલ વ્હાઇટ હાઉસ નામના બંધ પડેલા કારખાનામાંથી ગેરકાયદેસર રસ્તો કાઢીને ગેરકાયદે ટોલના ઉઘરાણા કરવામાં આવતા હતા અને ત્યાંથી પસાર થતા વાહન ચાલકો પાસેથી ટોલનાકા ઉપર લેવામાં આવતા ટોલની અડધી રકમ કરતા પણ ઓછી રકમ લઈને ત્યાંથી વાહનોને પસાર થવા દેવામાં આવતા હતા તેવી જ રીતે વઘાસીયા ગામ પાસેથી પણ વાહનોને ગેરકાયદે ઉઘરાણા કરીને પસાર કરવા દેવામાં આવતા હતા. 

આમ ટોલનાકાની બંને બાજુએથી વાહનોની અવરજવર ગેરકાયદે થતી હતી અને ત્યાં પૈસાના ઉઘરાણા પણ થતા હતા જે બાબતના સમાચારો ગત તા ૪ ડિસેમ્બરના રોજ પ્રસિદ્ધ થયા બાદ તાત્કાલિક જિલ્લા કલેક્ટર દ્વારા તપાસનો આદેશ કરવામાં આવ્યો હતો અને જે તે સમયે તા ૪ ડિસેમ્બરે વાઈટ હાઉસ કારખાનાના માલિક અમરશીભાઈ જેરામભાઈ પટેલ, વઘાસિયા ગામના માજી સરપંચ ધર્મેન્દ્રસિંહ ઝાલા સહિત કુલ મળીને પાંચ શખ્સોની સામે વિશ્વાસઘાત, છેતરપિંડી અને ઠગાઈની ફરિયાદ નોંધવામાં આવી હતી જો કે હજુ સુધી આ ગુનામાં પોલીસ એક પણ આરોપીને પકડી શકેલ નથી તે હક્કિત છે. 

આ ગેરકાયદે ટોલનાકાની તપાસ માટે વાંકાનેરના પ્રાંત અધિકારી એ.એચ. સેરસિયાએ મામલતદાર, ટીડીઓ, પીઆઇ અને નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારી આમ કુલ મળીને ચાર અધિકારીઓની એક કમિટી બનાવી હતી જે આધિકારીઓ દ્વારા જે જગ્યાએથી ગેરકાયદે ઉઘરાણા કરીને વાહનો પસાર કરવામાં આવી રહ્યા હતા તે રસ્તાની ખરાઈ કરવામાં આવી હતી તેમજ કેટલા સમયથી આ ગેરકાયદે ટોલનાકા ચાલુ હતા તે સહિતના મુદાઓની તપાસ કરવામાં આવી હતી અને આ ચારેય અધિકારીઓ સંયુક્ત ટીમને જે તપાસ સોપવામાં આવી હતી તે તપાસ પૂર્ણ થઈ ગયેલ છે અને જો કે, કાલે સાંજ સુધીમાં વાંકાનેરના પ્રાંત અધિકારી દ્વારા કલેક્ટરને ફાઇનલ રિપોર્ટ આપવામાં આવશે તેવું જાણવા મળેલ છે.






Latest News