માળીયા (મી)નાવવાણિયા ગામેસ્મશાનમાં મૂકવામાંઆવલે દેવી-દેવતાઓની મૂર્તિઓને ખંડિત કરનાર સામે આકરા પગલાં લેવાની માંગ મોરબીમાં આર્થિક શક્તિ અને વૈશ્વિક નેતૃત્વ વિષય પર વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ અંતર્ગત વાર્તાલાપ યોજાયો મોરબીમાં શ્રાવણ માસના બીજા સોમવારે ગૌરક્ષકો દ્વારા કતલખાને લઈ જવાતા 29 અબોલ જીવને બચાવવામાં આવ્યા મોરબીના વોર્ડ નં 7 માં પ્રાથમિક સમસ્યાઓ ઉકેલવા માટે ચૂંટાયેલા સભ્યે કરી કમિશ્નરને લેખિતમાં રજૂઆત હળવદ તાલુકામાં બિનઅધિકૃત રેતી ખનન: 40 લાખનું એક્ષકેવેટર મશીન સીઝ મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો મોરબીના સામાકાંઠે દવા લેવા જવાનું કહીને નીકળ્યા બાદ પરિણીતા ગુમ હળવદમાં કેન્યા સ્થિત નરેન્દ્ર રાવલને ‘બ્રહ્મરત્ન સન્માન’ અર્પણ કરાયું
Breaking news
Morbi Today

માળીયા (મી)ના અણિયારી ટોલનાકા નજીકથી કતલખાને લઈ જવાતા ૧૨ અબોલજીવને ગૌરક્ષકોએ બચાવ્યા


SHARE







માળીયા (મી)ના અણિયારી ટોલનાકા નજીકથી કતલખાને લઈ જવાતા ૧૨ અબોલજીવને ગૌરક્ષકોએ બચાવ્યા

મોરબી, વિરમગામ, લીંબડી અને ચોટીલાના મોરબી હિન્દુ યુવા વાહિની અને અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હીના ગૌરક્ષકોએ કતલખાને લઈ જવાતા અબોલ જીવને બચાવી લીધેલ છે અને માળીયા પોલીસે હાલમાં ડ્રાઈવર સહિત બે શખ્સને પકડીને આગળની કાર્યવાહી કરેલ છે

મોરબી કચ્છ હાઇવે રોડ ઉપરથી એક તુફાન ગાડીમાં મોટી સંખ્યામાં પશુઓને કચ્છના સામખીયારી તરફથી ભરીને માળીયા, હળવદ થઈને અમદાવાદ લઈ જવાની છે તેની માહિતી મળી હતી જેથી કરીને ગૌરક્ષકોએ વોચમાં હતા ત્યારે જીજે ૫ બીઝેડ ૯૩૪૭ નંબરની તુફાન ગાડી નીકળી હતી ત્યારે ગૌરક્ષકો અને પોલીસે તેનો પીછો કરીને અણીયારી ટોલનાકાથી આગળ ગાડીને ઉભી રાખીને ચેક કરી હતી ત્યારે ગાડીમાંથી ૧૨ અબોલજીવ મળ્યા હતા. અને તુફાન ગાડીના ડ્રાઈવરને પૂછતાં તેણે આ પશુઓને કતલખાને લઈ જવાતા હોવાની હકીકત જણાવી હતી જેથી કરીને પોલીસે ડ્રાઈવર અને તેની સાથે રહેલા અન્ય એક શખ્સને પકડીને આગળની કાયદેસરની કાર્યવાહી કરી હતી અને આ કામગીરીમાં ગૌરક્ષકોને માળીયા પોલીસનો સારો સહકાર મળ્યો હતો.




Latest News