મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસે હેઠળ જેલલ હવાલે: હળવદ તાલુકાના દારૂના ગુનામાં આરોપી 13 વર્ષે ઝડપાયો વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર
Breaking news
Morbi Today

મોરબીમાં ૩૫ લાખના ઓનલાઈન ફ્રોડના ગુનામાં વધુ એક રાજસ્થાની શખ્સની મુંબઈથી ધરપકડ


SHARE













મોરબીમાં ૩૫ લાખના ઓનલાઈન ફ્રોડના ગુનામાં વધુ એક રાજસ્થાની શખ્સની મુંબઈથી ધરપકડ

મોરબીના કારખાનેદારના બેન્કમાંથી સમયાંતરે જુદા જુદા બેન્ક એકાઉન્ટમાં કોઈપણ રીતે ૩૫ લાખ રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કરી લેવામાં આવ્યા હતા જેથી ઓનલાઈન ફ્રોડની ભોગ બનેલા કારખાનેદાર દ્વારા જુદા જુદા ત્રણ બેન્ક એકાઉન્ટના ધારકોની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે અગાઉ જે બેન્ક એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા તે બેન્ક એકાઉન્ટના ધારકની ધરપકડ કરેલ હતી અને તેના રિમાન્ડ કોર્ટમાંથી મેળવ્યા હતા ત્યાર બાદ આરોપીને સાથે રાખીને પોલીસ તપાસ માટે મુંબઈ ગઈ હતી અને ત્યાંથી આ ગુનામાં એક રાજસ્થાની શખ્સની પોલીસે ધરપકડ કરેલ છે

મોરબીના રવાપર ગામે શુભ પેલેસ ફ્લેટ નં-૩૦૩ માં રહેતા આશિષભાઈ નરશીભાઈ સીતાપરા જાતે પટેલ (૩૬)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને આઇ.સી.આઇ.સી.આઇ. બેંક એકાઉન્ટ નંબર- ૭૭૪૦૦૧૦૦૦૧૧૪, આઇસીઆઇસીઆઇબેંક એકાઉન્ટ નંબર ૬૬૯૩૦૧૦૧૮૬૫૭ અને આઇડીએફસીબેંકએકાઉન્ટ નંબર ૧૦૧૩૦૭૮૯૯૬૫ ના ધારકોની સામે અગાઉ ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યુ હતું કે, મોરબીની એચડીએફસી બેન્કની બ્રાન્ચમાં તેનું વીકોન કંપની નામનો કરંટ એકાઉન્ટ અને સીસી એકાઉન્ટ છે જે એકાઉન્ટમાંથી જુદા જુદા ત્રણ બેન્ક એકાઉન્ટની અંદર સમયયાંતરે ફરિયાદીની જાણ બહાર કોઈ પણ રીતે ઇલેક્ટ્રોનિક માધ્યમનો ઉપયોગ કરીને કે પછી ફરિયાદીના નેટ બેન્કિંગના પાસવર્ડનો ઉપયોગ કરીને વિશ્વાસઘાત કરી તેના બેન્ક એકાઉન્ટમાંથી સમયાંતરે અનુક્રમે ૧૫ લાખ, ૧૦ લાખ અને ૧૦ લાખ રૂપિયા ટ્રાન્સફર કરી લેવામાં આવ્યા હતા જેથી ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં થોડા દિવસો પહેલા પોલીસે આરોપી કુંદનસિંહ નાહરસિંહ ઉર્ફે નારાયણસિંહ રાણવા જાતે રાજપૂત (૩૨) રહે. ઉમરવાસ તાલુકો ચારભુજા જિલ્લો રાજસમદ રાજસ્થાન વાળાની ધરપકડ કરી હતી અને તેને કોર્ટમાં રજૂ કરીને આરોપીના તા ૨૮ સુધીના રિમાન્ડ મેળવ્યા હતા જે આરોપીને સાથે રાખીને બીજા આરોપીને પકડવા માટે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ એ.વી. પાતાળિયા અને તેની ટિમ પકડાયેલા આરોપીને સાથે રાખીને મુંબઈ ગઈ હતી અને ત્યાંથી આ ગુનામાં હાલમાં આરોપી પદમસિંહ સોહનસિંહ સોલંકી જાતે રાજપૂત (૨૬) રહે. હાલ મલાડ ઈસ્ટ ધનજીવાડી આદર્શ સ્વીટ (પર્વત શેઠની દુકાનમાં) મુંબઈ મૂળ રહે. પીપળીયા (કેવલા) તાલુકો ચારભુજા જિલ્લા સાજસમદ રાજસ્થાન વાળાને હસ્તગત કર્યો હતો જેથી કરીને તેને મોરબી લાવીને મોરબી એ ડિવિઝનના પીઆઇ એચ.એ. જાડેજા તથા રાઇટર કિશોરભાઇ મકવાણા દ્વારા તેની ધરપકડ કરવામાં આવેલ છે

અકસ્માતમાં ઇજા
મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ભક્તિનગર સર્કલ પાસે બાઈક સાથે બાઈક અથડાતાં અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં મોરબીના વાવડી રોડ ઉપર ગીતા મિલની સામે આવેલ ભૂંભરની વાડી ખાતે રહેતા ભારતીબેન ગિરધરભાઈ કંઝારીયા (૪૦) નામની મહિલાને ઈજા થઈ હતી જેથી કરીને ઈજા પામેલ મહિલાને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે આ બનાવની વધુ તપાસ એમ.જી. વાળા ચલાવી રહ્યા છે

બાઇક સ્લીપ
ટંકારા તાલુકાના નાના રામપર ગામે રહેતા વજીબેન મનજીભાઈ રાણવા (૪૨) નામના મહિલા પોતાના ઘરેથી મોરબીના વાવડી રોડ ઉપર આવતા હતા ત્યારે બાઈકમાં તેઓ પાછળના ભાગે બેઠેલા હતા અને અકસ્માતે કોઈ કારણોસર બાઇક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને અકસ્માતના બનાવમાં ઇજા પામેલ મહિલાને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે આ બનાવ અંગેની આગળની વધુ તપાસ એમ.જી. વાળા ચલાવી રહ્યા છે






Latest News