મોરબી શહેરમાં અર્બન એટલાસ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોન સર્વે અને GIS આધારિત સર્વે કામગીરી શરૂ મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા સરકારી શાળા અને વંચિત વિસ્તારના બાળકોને હનુમાન અંશ ધાર્મિક બતાવવામાં આવી મોરબીના મહેન્દ્રનગર પાસે ટ્રક ચાલકે બોલેરોને ટકકર મારતા વૃધ્ધા સારવારમાં મોરબીમાં રિક્ષા ચાલકે બાઈકને હડફેટે સરકારી કર્મચારીનું મૃત્યુ થવાના કેસમાં ૪૨ લાખનુ વળતર ચૂકવવા આદેશ મોરબી જિલ્લામાં JOSH ટીમના માધ્યમથી ટીબી મુક્ત ભારત અભિયાનને વેગ અપાયો ખેલ મહાકુંભ: મોરબી મહાપાલિકાકક્ષા તથા ગ્રામ્ય અને જિલ્લાકક્ષાની સ્પર્ધાઓનો કાર્યક્રમ જાહેર કરાયો મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેની હાજરીમાં ભેરડા ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ
Breaking news
Morbi Today

લૂંટ ?: વાંકાનેરના રાજ ખીજડીયા ગામે ઘરમાં ઘૂસી બાળકને છરી બતાવીને બે હિંદીભાષી ૫૦ હજાર લઈ ગયા !


SHARE









લૂંટ ?: વાંકાનેરના રાજ ખીજડીયા ગામે ઘરમાં ઘૂસી બાળકને છરી બતાવીને બે હિંદીભાષી ૫૦ હજાર લઈ ગયા !

વાંકાનેર તાલુકાના રાજ ખીજડીયા ગામે લૂંટની ઘટના બની હતી જેમાં બાળક શાળાએથી ઘરે આવ્યા બાદ પોતાનું ઘર ખોલીને ઘરમાં જતાની સાથે જ બે અજાણ્યા હિન્દીભાસી શખ્સો તેની પાછળ તેના ઘરમાં આવ્યા હતા અને તે બાળકને લાફા મારીને છરી બતાવીને કબાટની ચાવી ક્યાં છે ? તે પૂછ્યું હતું ત્યારબાદ કબાટના ખાનામાંથી ૫૦,૦૦૦ રૂપિયા રોકડાની લૂંટ કરીને તે બંને શખ્સો ભાગી ગયા હતા જો કે આ અંગેની ભોગ બનેલા પરિવારના વ્યક્તિ દ્વારા વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અને જોકે હજુ સુધી આ બનાવ સંદર્ભે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કોઈ ફરિયાદ નોંધાયેલ નથી

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના રાજ ખીજડીયા ગામે રહેતા મુકેશભાઈ શામજીભાઈ દેકાવાડીયાનો દીકરો મહાદેવ (૯) વાંકાનેર તાલુકાનાં સિંધાવદર પાસે સ્કૂલમાં ભણતો હોય ગત તા ૨૮/૧૨ ના રોજ બપોરના સવા વાગ્યે તે શાળાએથી પાછો આવ્યો હતો અને ત્યારે મુકેશભાઈ દેકાવાડીયા અને તેના પરિવારજનો વાડીએ હતા જોકે ઘરનું બારણું ખોલીને મુકેશભાઈનો દીકરો મહાદેવ ઘરમાં ગયો તેની પાછળ બે અજાણ્યા શખ્સો પણ તેના ઘરમાં ઘૂસી ગયા હતા અને તે શખ્સોએ બાળકને બે લાફા માર્યા હતા અને ત્યારબાદ તેને છરી બતાવીને કબાટની ચાવી ક્યાં છે ? તેવું પૂછ્યું હતું અને કબાટમાંથી રોકડા ૫૦,૦૦૦ રૂપિયાની લૂંટ કરવામાં આવી છે આ અંગેની ભોગ બનેલા મુકેશભાઈ દેકાવાડીયા દ્વારા વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવેલ છે જોકે આ બનાવ સંદર્ભે હજુ સુધી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કોઈ ફરિયાદ નોંધાયેલ નથી




Latest News