મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના આલાપ પાર્કમાં પુજીત અક્ષત કળશના આગમન પ્રસંગે આર્ય નરેશજીની ધર્મસભા યોજાઈ


SHARE







મોરબીના આલાપ પાર્કમાં પુજીત અક્ષત કળશના આગમન પ્રસંગે આર્ય નરેશજીની ધર્મસભા યોજાઈ

અયોધ્યાથી આવેલ રામ જન્મભૂમિના પુજીત અક્ષત કળશનું આલાપ સોસાયટીમાં ભવ્ય સામૈંયું અને સ્વાગત કરવામાં આવ્યું હતું હાલ સમગ્ર દેશ અને દુનિયાની સાથે સાથે મોરબી પણ આગામી ૨૨, જાન્યુઆરીએ અયોધ્યા ખાતે થનાર ભગવાન રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આનંદ અને ખુશી જોવા મળી રહી છે વર્ષોની પ્રતિક્ષા બાદ અયોધ્યા ખાતે ભગવાન રામનું ભવ્ય અને દિવ્ય મંદિર નિર્માણ થયું છે

ત્યારે અયોધ્યાથી આવેલ રામ જન્મભૂમિના પુજીત અક્ષતના કળશનુ સમગ્ર આલાપ પાર્કના રામભક્તો દ્વારા ભવ્યાતિભાવ્ય ઢોલ ત્રાસા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ બાળાઓ દ્વારા સામૈયુ પણ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ અક્ષત કળશને વાજતે ગાજતે શિવ મંદિર ખાતે સર્વે ભક્તો તેના દર્શન અને પૂજનનો લાભ લઇ શકે એ માટે સ્થાપન કરવામાં આવ્યું ત્યારબાદ હિમાચલ પ્રદેશના પનોતા પુત્ર અને સમગ્ર ભારતમાં ભ્રમણ કરી આર્ય સંસ્કૃતિનું જ્ઞાન પીરસતા આર્ય નરેશજીની ધર્મસભાનું યોજાઈ હતી.આ ધર્મસભામાં આર્ય નરેશજી એ ભગવાન રામના જીવન કવન વિશે પોતાની આગવી અને ભાવવાહી શૈલીમાં વાતો કરી હતી, ખુબજ મોટી સંખ્યામાં ઉપસ્થિત આલપવાસીઓને ગાયત્રી મંત્રનું અર્થ સભર ગાન કરાવ્યું.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા તમામ આલપવાસીઓ અને કમિટીના કાર્યકર્તાઓ, હોદેદારોએ ખુબજ જહેમત ઉઠાવી હતી.






Latest News