મોરબી શહેરમાં અર્બન એટલાસ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોન સર્વે અને GIS આધારિત સર્વે કામગીરી શરૂ મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા સરકારી શાળા અને વંચિત વિસ્તારના બાળકોને હનુમાન અંશ ધાર્મિક બતાવવામાં આવી મોરબીના મહેન્દ્રનગર પાસે ટ્રક ચાલકે બોલેરોને ટકકર મારતા વૃધ્ધા સારવારમાં મોરબીમાં રિક્ષા ચાલકે બાઈકને હડફેટે સરકારી કર્મચારીનું મૃત્યુ થવાના કેસમાં ૪૨ લાખનુ વળતર ચૂકવવા આદેશ મોરબી જિલ્લામાં JOSH ટીમના માધ્યમથી ટીબી મુક્ત ભારત અભિયાનને વેગ અપાયો ખેલ મહાકુંભ: મોરબી મહાપાલિકાકક્ષા તથા ગ્રામ્ય અને જિલ્લાકક્ષાની સ્પર્ધાઓનો કાર્યક્રમ જાહેર કરાયો મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેની હાજરીમાં ભેરડા ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ
Breaking news
Morbi Today

મોરબીમાં બેંકના ખાતેદારે વધુ આવી ગયેલા એક લાખ રૂપિયા પાછા આપ્યા


SHARE









મોરબીમાં બેંકના ખાતેદારે વધુ આવી ગયેલા એક લાખ રૂપિયા પાછા આપ્યા

આજના ઘોર કળિયુગમાં લોકો જ્યારે રૂપિયા ૫૦ કે ૧૦૦ ની લાલચ માટે ખોટું કરતા કે છેતરપિંડી કરતા અચકાતા નથી ત્યારે મોરબીના પ્રમાણિક અને પ્રતિષ્ઠિત જાણીતા ડો. કલ્પેશ એમ. ચૌહાણના યુવાન એન્જિનિયર પુત્ર અને વેપારી પાર્થભાઈ ચૌહાણે તેઓ HDFC બેંકની શક્તિ પ્લોટ, મેઈન રોડ બ્રાન્ચમાં પોતાના બેંક એકાઉન્ટમાંથી નાણાં ઉપાડવા ગયા હતા ત્યારે કેશિયરે ભૂલમાં તેમને રૂપિયા એક લાખના બદલે બે લાખ આપી દીધા હતા. અને ઉતાવળમાં રહેલા પાર્થભાઈ નાણાં ગણવાને બદલે કેશિયરે આપતા તેઓ જોયા વગર સીધા જ નીકળી ગયા હતા. ઘરે પહોંચતા તેમને ખ્યાલ આવ્યો  કે આ તો રૂપિયા એક લાખના બદલે બે લાખ આવી ગયા છે, આથી તેમણે તુરંત જ બેંકના જવાબદાર અધિકારીને જાણ કરી હતી. જો કે ત્યાં સુધી નાણાં આપનાર કેશિયર, બેંકના અન્ય કોઈ કર્મચારી કે અધિકારીને આ ગંભીર ક્ષતિનો ખ્યાલ જ ન હતો. ત્યારે સામેથી રૂપિયા એક લાખ જેવી મોટી રકમ આપવા આવેલા પાર્થભાઈ ચૌહાણનો અધિકારીએ રૂબરૂ તેમજ પત્ર લખી આભાર માન્યો  છે.




Latest News