મોરબી શહેરમાં અર્બન એટલાસ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોન સર્વે અને GIS આધારિત સર્વે કામગીરી શરૂ મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા સરકારી શાળા અને વંચિત વિસ્તારના બાળકોને હનુમાન અંશ ધાર્મિક બતાવવામાં આવી મોરબીના મહેન્દ્રનગર પાસે ટ્રક ચાલકે બોલેરોને ટકકર મારતા વૃધ્ધા સારવારમાં મોરબીમાં રિક્ષા ચાલકે બાઈકને હડફેટે સરકારી કર્મચારીનું મૃત્યુ થવાના કેસમાં ૪૨ લાખનુ વળતર ચૂકવવા આદેશ મોરબી જિલ્લામાં JOSH ટીમના માધ્યમથી ટીબી મુક્ત ભારત અભિયાનને વેગ અપાયો ખેલ મહાકુંભ: મોરબી મહાપાલિકાકક્ષા તથા ગ્રામ્ય અને જિલ્લાકક્ષાની સ્પર્ધાઓનો કાર્યક્રમ જાહેર કરાયો મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેની હાજરીમાં ભેરડા ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ
Breaking news
Morbi Today

મોરબીમાં પ્રેગ્નન્સી દરમિયાન બીપી-ડાયાબિટીસ વધી જતા સગર્ભા મહિલાનું મોત, કારખાનામાં હૃદયના ધબકારા બંધ થતા આધેડનું મોત


SHARE









મોરબીમાં પ્રેગ્નન્સી દરમિયાન બીપી-ડાયાબિટીસ વધી જતા સગર્ભા મહિલાનું મોત, કારખાનામાં હૃદયના ધબકારા બંધ થતા આધેડનું મોત

મોરબીમાં બે જુદાજુદા બનાવમાં એક સગર્ભા મહિલાનું તથા એક મજૂરનું મોત નીપજયુ હોવાનું સામે આવ્યું છે.

મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના જેતપર રોડ ઉપર આવેલા બેલા (રંગપર) ગામે રોસફ બાથવેર ખોખરા હનુમાન રોડ નજીક આવેલ કારખાનાની અંદર રહેતા અને મજૂરી કામ કરતા પરીવારના સારિકાબેન રાજેશભાઈ વડગામા (ઉંમર ૩૩) નામની મહિલા હાલ નવ માસ પ્રેગનેટ હોય અને દરમિયાનમાં બીપી-ડાયાબિટીસના લીધે તેણી બેભાન થઈ જતા ૧૦૮ માં મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી અહીં જોઈ તપાસીને ફરજ ઉપરના તબીબે તેણીને મૃત જાહેર કરી હતી.આ બનાવ સંદર્ભે જાણ થતા હાલ બનાવ અંગે તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા દ્વારા આગળની તપાસ ચલાવવામાં આવી રહી હોવાનું જાણવા મળેલ છે.

જ્યારે મોરબીના જેતપર રોડ ઉપર જ આવેલા બેલા (રંગપર) ગામ પાસેના સેજ વિટ્રિફાઇડ નામના યુનિટમાં રહીને મજૂરી કામ કરતા જામસિંગ કાલુસિંઘ પરમાર નામના ૫૦ વર્ષે આધેડને બેભાન હાલતમાં મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા.અશોકભાઈ વિઠલાપરા નામની વ્યક્તિ દ્વારા જામસિંગ પરમારને બેભાન હાલતમાં સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા બાદ અહીં ફરજ ઉપરના તબીબે જોઈ તપાસીને જામસિંગ પરમારને મૃત જાહેર કર્યા હતા અને બનાવની તાલુકા પોલીસમાં જાણ કરાતા તાલુકા પોલીસ મથકના વિજયભાઈ ડાંગર આગળની તપાસ ચલાવી રહ્યા છે.હાલ તેઓ પાસેથી મળતી માહિતી પ્રમાણે હાર્ટ એટેકના કારણે જામસિંગ પરમારનું મોત થયુ હતું.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના લાલપર ગામે રહેતા બાબુભાઈ શિવજીભાઈ બારેલા નામના ૩૫ વર્ષના યુવાનને વાંકાનેર હાઇવે ઉપર લાલપર ગામ પાસે વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ પહોંચી હતી.ડમ્પર સાથે અથડામણ થતાં ઇજા પામેલ બાબુભાઈ બારેલાને સરકારી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. હાલ બનાવ અંગે તાલુકા પોલીસ મથકના જશપાલસિંહ આગળની તપાસ ચલાવી રહ્યા છે.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબી જિલ્લાના માળીયા મીંયાણા નજીક આવેલ હાઇવે ઉપર બે ટ્રક અથડાયા હતા તે બનાવમાં જીતેશભાઈ રામાભાઇ રબારી (૨૩) રહે.રબારી વાસ સંઘડ કચ્છ વાળાને ઇજાઓ થતા મોરબીના સામાકાંઠે આવેલ શિવમ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.

ઝેરી દવાની અસર થતા સારવારમાં

મોરબીના ખરેડા ગામે વાડી વિસ્તારમાં રહીને મજૂરી કામ કરતા પરિવારની ડિન્કીબેન રેસાભાઈ રાઠવા (ઉમર ૩૦) નામની મહિલા જીરૂના ખેતરમાં દવા છાંટતી હતી ત્યારે ઝેરી દવાની અસર થતા સારવાર માટે ખસેડવામાં આવી હતી હાલ મોરબી સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવતા તાલુકા પોલીસ મથકના વી.એસ.ડાંગરએ બનાવની નોંધ કરીને તપાસ હાથ ધરી છે




Latest News