મોરબી શહેરમાં અર્બન એટલાસ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોન સર્વે અને GIS આધારિત સર્વે કામગીરી શરૂ મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા સરકારી શાળા અને વંચિત વિસ્તારના બાળકોને હનુમાન અંશ ધાર્મિક બતાવવામાં આવી મોરબીના મહેન્દ્રનગર પાસે ટ્રક ચાલકે બોલેરોને ટકકર મારતા વૃધ્ધા સારવારમાં મોરબીમાં રિક્ષા ચાલકે બાઈકને હડફેટે સરકારી કર્મચારીનું મૃત્યુ થવાના કેસમાં ૪૨ લાખનુ વળતર ચૂકવવા આદેશ મોરબી જિલ્લામાં JOSH ટીમના માધ્યમથી ટીબી મુક્ત ભારત અભિયાનને વેગ અપાયો ખેલ મહાકુંભ: મોરબી મહાપાલિકાકક્ષા તથા ગ્રામ્ય અને જિલ્લાકક્ષાની સ્પર્ધાઓનો કાર્યક્રમ જાહેર કરાયો મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેની હાજરીમાં ભેરડા ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં ઈવીએમ-વીવીપેટ અંગે લોકોને જાગૃત કરવા MDV ને પ્રસ્થાન કરાવતા કલેકટર


SHARE









મોરબી જિલ્લામાં ઈવીએમ-વીવીપેટ અંગે લોકોને જાગૃત કરવા MDV ને પ્રસ્થાન કરાવતા કલેકટર

મોરબી જિલ્લામાં અગામી લોકસભાની ચૂંટણી અન્વયે લોકોમાં જાગૃતિ આવે લોકોને ઈવીએમ અને વીવીપેટ તથા મતદાન પ્રક્રિયા અંગે માહિતી મળે તે હેતુથી મોબાઈલ ડેમોન્સટ્રેશન વાન (MDV) ને જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યાએ ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું.

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અનુસંધાને મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી, ગુજરાત રાજ્યના માર્ગદર્શન હેઠળ લોકો ઈવીએમ-વીવીપેટના ઉપયોગ અંગે માહિતગાર થાય તથા લોકોમાં જાગૃતિ વધે તેવા હેતુથી મોરબી જિલ્લામાં મોબાઈલ ડેમોન્સટ્રેશન વાન (MDV) ફાળવવામાં આવી છે. આ વાન તા. ૧/૧ થી ૨૯/૨ દરમિયાન ૬૫-મોરબી વિધાનસભા મતદાર વિભાગ, ૬૬-ટંકારા વિધાનસભા મતદાર વિભાગ તથા ૬૭-વાંકાનેર વિધાનસભા મતદાર વિભાગમાં આવેલ તમામ મતદાન મથકો તથા શહેરના મુખ્ય ભીડભાડ વાળા સ્થળો જેમ કે, શાક માર્કેટ, મોટો ચોક, બસ સ્ટેન્ડ વગેરે સ્થળોએ ફેરવી લોકોને માહિતગાર કરવામાં આવશે.

ઉપરાંત મોરબી જિલ્લાની હેડકવાટર્ર કચેરી, સબ-ડીવીઝન કચેરી ખાતે ઈવીએમ નિદર્શન કેન્દ્ર(EDC) બનાવવામાં આવશે જ્યાં લોકોને ઈવીએમ-વીવીપેટના ઉપયોગ અંગે માહિતગાર થાય તથા જાગૃતિ વધારવા માટે કામગીરી કરવામાં આવશે. જેથી તા.૧/૧ થી ૨૯/૨ સુધી મોબાઈલ ડેમોન્સટ્રેશન વાન(MDV) અને ઈવીએમ નિદર્શન કેન્દ્ર(EDC)ની જિલ્લાના નાગરિકોને વધુમાં વધુ લોકો મુલાકાત લેવા જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યાએ અપીલ કરી છે




Latest News