મોરબી શહેરમાં અર્બન એટલાસ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોન સર્વે અને GIS આધારિત સર્વે કામગીરી શરૂ મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા સરકારી શાળા અને વંચિત વિસ્તારના બાળકોને હનુમાન અંશ ધાર્મિક બતાવવામાં આવી મોરબીના મહેન્દ્રનગર પાસે ટ્રક ચાલકે બોલેરોને ટકકર મારતા વૃધ્ધા સારવારમાં મોરબીમાં રિક્ષા ચાલકે બાઈકને હડફેટે સરકારી કર્મચારીનું મૃત્યુ થવાના કેસમાં ૪૨ લાખનુ વળતર ચૂકવવા આદેશ મોરબી જિલ્લામાં JOSH ટીમના માધ્યમથી ટીબી મુક્ત ભારત અભિયાનને વેગ અપાયો ખેલ મહાકુંભ: મોરબી મહાપાલિકાકક્ષા તથા ગ્રામ્ય અને જિલ્લાકક્ષાની સ્પર્ધાઓનો કાર્યક્રમ જાહેર કરાયો મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેની હાજરીમાં ભેરડા ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ
Breaking news
Morbi Today

ગુજરાતે સૂર્ય નમસ્કારમાં બનાવેલ વિશ્વ વિક્રમમાં મોરબી જિલ્લો નાલંદા વિદ્યાલય ખાતેથી બન્યો સહભાગી


SHARE









ગુજરાતે સૂર્ય નમસ્કારમાં બનાવેલ વિશ્વ વિક્રમમાં મોરબી જિલ્લો નાલંદા વિદ્યાલય ખાતેથી બન્યો સહભાગી

નવા વર્ષે સૂરજની પહેલી કિરણ સાથે ગુજરાતે સૂર્ય નમસ્કાર થકી વિશ્વ વિક્રમ સ્થાપિત કર્યો છે અને ગીનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. ત્યારે મોરબી જિલ્લો પણ આ સિદ્ધિમાં સહભાગી બની આ ઐતિહાસિક ક્ષણનો સાક્ષી બન્યો છે. મોરબીમાં નવા વર્ષે નવી ઊર્જા સાથે નાલંદા વિદ્યાલય ખાતે ટંકારા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા અને જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યાની પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ૫૧ સ્થળોએ સૂર્ય નમસ્કાર કરી વિશ્વ વિક્રમ સ્થાપિત કરવા માટે યોજાયેલા કાર્યક્રમમાં મોરબી જિલ્લો પણ આ વિશ્વ વિક્રમના સહભાગી બન્યો છે. મોરબીમાં પણ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને અહીં ૬૦૬ યોગ સાધકો સૂર્ય નમસ્કાર કરી ગુજરાતની આ ઐતિહાસિક સિદ્ધિમાં સહભાગી બન્યા હતા.

વર્ષના પ્રથમ દિવસે સૂર્યના પ્રથમ કિરણ સાથે સમગ્ર ગુજરાત રાજ્યએ 'રોગ તને પડકાર, સૂર્ય તને નમસ્કાર'ની થીમ અને અનહદ જોશ સાથે સૂર્ય નમસ્કાર કરી વિશ્વ વિક્રમ બનાવ્યો છે. મોઢેરા ખાતે રાજ્ય કક્ષાના કાર્યક્રમની સમાંતર રાજ્યમાં કુલ ૫૧ સ્થળોએ સૂર્ય નમસ્કારના ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્થળોમાં મોરબી જિલ્લાનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત ગુજરાત રાજ્ય યોગબોર્ડના માગદર્શન હેઠળ મોરબી જિલ્લામાં શ્રી નાલંદા વિદ્યાલય, વિરપર ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વે લોકોએ સુર્ય નમસ્કાર કરીને વિશ્વ વિક્રમમાં પોતાનો ફાળો નોંધાવ્યો હતો. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વર્ચ્યુઅલ માધ્યમથી વિશ્વ સ્તરે સમગ્ર ગુજરાતનું ગૌરવ વધારવા સૌ ગુજરાતીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.

સૂર્ય એટલે ઊર્જાનો સ્ત્રોત ત્યારે ગરવી ગુજરાતે નવા વર્ષની શરૂઆત સૂર્ય નમસ્કાર કરીને કરી હતી. સૂર્ય નમસ્કાર, જેને 'ધ અલ્ટીમેટ આસન' તરીકે પણ ઓળખવામાં આવે છે જે પીઠ તેમજ તમારા સ્નાયુઓને મજબૂત બનાવે છે અને બ્લડ સુગર ઘટાડે છે. નિયમિત સૂર્ય નમસ્કાર કરવાથી રક્ત પરિભ્રમણ પણ સુધરે છે જેથી ત્વચા માટે પણ ફળદાયી બની રહે છે. આવા તો અનેક ફાયદાઓ છે સૂર્ય નમસ્કારના, ત્યારે મોરબીના યોગ સાધકો, યોગ ટ્રેનર, યોગ કોર્ડીનેટર તથા યોગ કોચ સહિત સૌએ મળી ૧૧ સૂર્ય નમસ્કાર કર્યા હતા. આ કાર્યક્રમમાં ટંકારા-પડધરી ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, કલેકટર જી.ટી. પંડ્યા, એસપી રાહુલ ત્રિપાઠી, જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસ, નાલંદા વિદ્યાલયના મેનેજીંગ ટ્રસ્ટી બી.એ. ગામી, અગ્રણીઓ, અધિકારીઓ, યોગ સાધકો, નાલંદા વિદ્યાલયનો સ્ટાફ અને વિદ્યાર્થીઓ વગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.




Latest News