મોરબી શહેરમાં અર્બન એટલાસ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોન સર્વે અને GIS આધારિત સર્વે કામગીરી શરૂ મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા સરકારી શાળા અને વંચિત વિસ્તારના બાળકોને હનુમાન અંશ ધાર્મિક બતાવવામાં આવી મોરબીના મહેન્દ્રનગર પાસે ટ્રક ચાલકે બોલેરોને ટકકર મારતા વૃધ્ધા સારવારમાં મોરબીમાં રિક્ષા ચાલકે બાઈકને હડફેટે સરકારી કર્મચારીનું મૃત્યુ થવાના કેસમાં ૪૨ લાખનુ વળતર ચૂકવવા આદેશ મોરબી જિલ્લામાં JOSH ટીમના માધ્યમથી ટીબી મુક્ત ભારત અભિયાનને વેગ અપાયો ખેલ મહાકુંભ: મોરબી મહાપાલિકાકક્ષા તથા ગ્રામ્ય અને જિલ્લાકક્ષાની સ્પર્ધાઓનો કાર્યક્રમ જાહેર કરાયો મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેની હાજરીમાં ભેરડા ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ
Breaking news
Morbi Today

મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજના ૨૦૦ તેજસ્વી છાત્રોનું સન્માન


SHARE









મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજના ૨૦૦ તેજસ્વી છાત્રોનું સન્માન

મોરબીમાં વડવાળા યુવા સંગઠન દ્વારા સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજના ૨૦૦ તેજસ્વી છાત્રોનું સન્માન કરવામાં આવ્યું હતું અને શ્રેષ્ઠ કારકિર્દી બનાવીને સમાજમાં મોભાદાર સ્થાન મેળવવા તે માટે પ્રોત્સાહિત કર્યા હતા અને તેજસ્વી છાત્ર સન્માન સમારોહ પહેલા વડવાળા યુવા સંગઠન દ્વારા પુજીત કળશ યાત્રાનું ભવ્ય આયોજન કર્યું હતું

અયોધ્યા રામ જન્મભૂમિથી આવેલ પૂજીત અક્ષત કળશયાત્રાનું મોરબીના સામાકાંઠે સર્કિટ હાઉંસથી ક્લાસિક પાર્ટી પ્લોટ સુધી મોરબીના વડવાળા યુવા સંગઠનએ ભવ્ય કાર રેલી કાઢી સમસ્ત મચ્છુ કાંઠા રબારી સમાજે ભવ્ય સ્વાગત કર્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ત્યારે બાદ રબારી સમાજના તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો હતો જેમાં ૨૦૦ જેટલાં વિદ્યાર્થીનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે રબારી સમાજના સ્નેહમિલનનું પણ વડવાળા યુવા સંગઠન તેમજ રબારી સમાજ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દુધરેજ વડવાળા મંદિરના કોઠારી મુકુંદરામ બાપુ, દુધઈ વડવાળા મંદિરના કોઠારી સુંદરદાસજી બાપુ, મેશરિયા વડવાળા મંદિરના કોઠારી મગ્નિરામ બાપુ, અધિક કલેક્ટર એન.કે. મુછાર, પીઆઇ જે.એમ. આલ, ચીફ ઓફિસર ગિરીશભાઈ સરૈયા અને  રબારી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમના મુખ્ય સંયોજક દેવેનભાઈ રબારી અને હીરાભાઈ ખાંભલા, મોતીભાઈ રબારી, હર્ષદભાઈ ખાંભલા, દેવરાજભાઇ આલ, નવઘણભાઈ કરોતરા, જીવનભાઈ રબારી, સોહનભાઈ રાગીયા, ધારાભાઈ રબારી, જીવણભાઈ ખાંભલા, રાયમલભાઈ રબારી સહીતના સૌએ જહેમત ઉઠાવી હતી.  વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળી રહે તે માટે મોટીવેશનલ સ્પીકર જય વસાવડાએ પણ ઉપસ્થિત રહી રબારી સમાજના વિદ્યાર્થીઓને તેમની રસ-રુચીના ક્ષેત્રોમાં આગળ વધી તેમજ તમામ વાલીઓને તેમના સંતાનોને શ્રેષ્ઠ શિક્ષણ આપવા તેમજ સંતાનો ઉપર ભણતરનો ભાર ન નાખી તેમના મનગમતા ક્ષેત્રોમાં કારકિર્દી ઘડવા માટે પ્રોત્સાહિત કરવાની હાકલ કરી હતી.




Latest News