મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

માળિયા (મી)ના જુના ઘાટીલા ગામે પતંગ લેવા જતાં ઇલેક્ટ્રીક શોટ લાગતા બાળક સારવારમાં


SHARE













માળિયા (મી)ના જુના ઘાટીલા ગામે પતંગ લેવા જતાં ઇલેક્ટ્રીક શોટ લાગતા બાળક સારવારમાં

સામાન્ય રીતે મકરસંક્રાંતિના તહેવાર દરમિયાન વીજ વાયરો ઉપર લટકતા પતંગોને લેવા જતા સમયે ઇલેક્ટ્રીક સોર્ટ લાગવાની ઘટના બનતી હોય છે આવી જે ઘટના માળિયા મીયાણા તાલુકાના જુના ઘાટીલા ગામે બની હતી જેમાં ઇલેક્ટ્રીક શોટ લાગતા ૧૩ વર્ષના બાળકને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ સાથે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર બાદ આ બનાવની પ્રથમ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની માળિયા તાલુકા પોલીસને જાણ કરવા માટે કવાયત કરી હતી

જાણવા મળતી માહિતી મુજબ માળિયા મીયાણા તાલુકાના જૂના ઘાટીલા ગામે રહેતા દિનેશભાઈ ચાવડાનો ૧૩ વર્ષનો દીકરો જયેશ પોતાના ગામમાં પતંગ ઉતારતો હતો ત્યારે ઇલેક્ટ્રીક વાયરને અડી ગયો હતો જેથી કરીને તે બાળકને સોટ લાગ્યો હતો અને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પ્રથમ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના વિપુલભાઈ ફુલતરીયા દ્વારા કરવામાં આવી હતી જોકે બનાવો માળીયા તાલુકા પોલીસને જાણ કરવા માટે કવાયત કરેલ છે

માર માર્યો

મોરબીમાં જુના એસટી ડેપો પાસે આવેલ ઈદ મસ્જિદ રોડ ઉપર રહેતા પરવીનબેન સોહીલભાઈ શાહમદાર (૩૩) નામની મહિલાને તેના પતિ દ્વારા માર મારવામાં આવ્યો હતો જેથી કરીને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ વિપુલભાઈ ફુલતરીયા ચલાવી રહ્યા છે

મહિલા સારવારમાં

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ કાલિકા પ્લોટ વિસ્તારમાં મોમાઈ ડેરીની પાસે રહેતા પૂનમબેન હર્ષદભાઈ ચાવડા (૨૯) નામની મહિલા પોતાના ઘરે પહેલા માળેથી નીચે પટકાતા અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં તેને ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી કરલે છે અને વધુ તપાસી વી.કે. પટેલ ચલાવી રહ્યા છે






Latest News