મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો મોરબી નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે વ્યક્તિ સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીની માધાપરવાડી શાળામાં બિઝનેશ ટાયકુન યોજાયો


SHARE













મોરબીની માધાપરવાડી શાળામાં બિઝનેશ ટાયકુન યોજાયો

મોરબીની પીએમશ્રી પ્રધાનમંત્રી રાઈઝિંગ સ્કૂલ ઓફ ઈન્ડિયા માટે પસંદ થયેલ માધાપરવાડી કન્યા શાળા અનેકવિધ પ્રવૃત્તિઓ માટે જાણીતી છે ત્યારે વધુ એક પ્રવૃત્તિ બિઝનેસ ટાયકુન દ્વારા વિદ્યાર્થીનીઓને વ્યવસાયિક શિક્ષણ આપવામાં આવ્યું હતું. જેમાં ધો.6 થી 8 માં અભ્યાસ કરતી બાળાઓએ પોતે જાતે બનાવેલી પાણીપુરી, દાબેલી, ભેળ,ચાટ,ફ્રૂટ ડિશ,શરબત,લસ્સી ટોસ્ટર સેન્ડવીચ, મશાલા ખાખરા, દહીં પુરી, ટેસ્ટફૂલ પૌઆના વડા જેવી અનેકવિધ વસ્તુ બનાવી ખાણી પીણી સ્ટોલ કર્યા હતા. સ્ટોલના વિવિધ નામો જેવા કે R.K. ચણા ચાટ,લક્કી ભેળ, શિવ બેકરી નામ રાખ્યા હતા. અને અન્ય બાળાઓ તેમજ માધાપરવાડી કુમાર શાળાના વિદ્યાર્થીઓએ પોતાના ખિસ્સા ખર્ચીના રૂપિયામાંથી વસ્તુઓ ખરીદી આરોગી હતી,સ્ટોલ કરનાર બાળાઓએ પોતે જે જે વસ્તુ લાવ્યા હતા એનો હિસાબ રાખ્યો હતો અને વેચેલા માલનો હિસાબ રાખ્યો હતો,એમાંથી કેટલો નફો થયો તેનો હિસાબ રાખ્યો હતો. જેને સૌથી વધુ નફો કર્યો હોય અને સૌથી વધુ વકરો વેપાર કર્યો હોય એનું પ્રમાણપત્ર અર્પણ કરી સન્માન કરવામાં આવશે.કુલ સિત્તેર જેટલી બાળાઓએ 30 જેટલી વિવિધ વાનગીઓ બનાવી હતી અને બિઝનેસ ટાયકુનનો લાભ બંને શાળાના 600 જેટલા વિદ્યાર્થીઓ અને ગ્રામજનોએ લીધી હતો. કાર્યક્રમ સફળ બનાવવામાં શાળાના તમામ સ્ટાફે ખુબજ જહેમત ઉઠાવી હતી.






Latest News