મોરબી શહેરમાં અર્બન એટલાસ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોન સર્વે અને GIS આધારિત સર્વે કામગીરી શરૂ મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા સરકારી શાળા અને વંચિત વિસ્તારના બાળકોને હનુમાન અંશ ધાર્મિક બતાવવામાં આવી મોરબીના મહેન્દ્રનગર પાસે ટ્રક ચાલકે બોલેરોને ટકકર મારતા વૃધ્ધા સારવારમાં મોરબીમાં રિક્ષા ચાલકે બાઈકને હડફેટે સરકારી કર્મચારીનું મૃત્યુ થવાના કેસમાં ૪૨ લાખનુ વળતર ચૂકવવા આદેશ મોરબી જિલ્લામાં JOSH ટીમના માધ્યમથી ટીબી મુક્ત ભારત અભિયાનને વેગ અપાયો ખેલ મહાકુંભ: મોરબી મહાપાલિકાકક્ષા તથા ગ્રામ્ય અને જિલ્લાકક્ષાની સ્પર્ધાઓનો કાર્યક્રમ જાહેર કરાયો મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેની હાજરીમાં ભેરડા ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ
Breaking news
Morbi Today

મોરબી : હરડે પ્રચાર કેન્દ્ર દ્વારા રવિવારે નેચરલ વસ્તુઓનું વેંચાણ


SHARE









મોરબી : હરડે પ્રચાર કેન્દ્ર દ્વારા રવિવારે નેચરલ વસ્તુઓનું વેંચાણ

મોરબીમાં કાર્યરત હરડે પ્રચાર કેન્દ્ર દ્વારા તા.૭ ને રવિવારના સવારે ૮ થી બપોરના ૧૨ વાગ્યા સુધી માર્કેટિંગ યાર્ડની બહારની બાજુએ, આર.ડી.સી.બેન્કના દરવાજા પાસે, ન્યુ હાઉસિંગ બોર્ડની સામે, શનાળા રોડ ખાતે ન્ચરલ વસ્તુઓનું રાહતદરે વેચાણ થશે.

જેમા રાહતદરે દસ જાતના ગુલાબ તેમજ અન્ય અલગ અલગ ફૂલછોડ, હરડે પાવડર, ગીલોય ઘનવટી, નેચરલ સાબુ, ડાંગની રાગીના ભૂંગરા તથા લોટ, ગૌમૂત્ર અર્ક, કેળાના  પાપડ, આમળા-અરીઠા-શિકાકાઈ પાવડર, સિંધાલુણ નમક, નગોળનું તેલ, આંબળાની મીઠી કેન્ડી, રસોડામાં ઉપયોગી એવા લાકડામાંથી બનાવેલ પાટલા, વેલણ, જેરણી, દેશી ટામેટા, ગોલ્ડન બેરી, ગાયના છાણમાથી બનેલી વસ્તુઓ, પાપડ, ખાખરા, કાપડમાથી બનેલી થેલી તથા આસનીયા, માંગરોળનો પ્રખ્યાત લીલાં નારિયળનો હલવો (ખાદીમ પાક) તેજમ ઓર્ગેનિક શાકભાજી મળશે.આ વિતરણ વ્યવસ્થા અને મોરબી હરડે પ્રચાર કેન્દ્રનાં સંયોજક જીતુભાઇ ઠક્કરે આ વેંચાણ કેન્દ્રનો સૌ લાભ લે તેવી અપીલ કરેલ છે.




Latest News