મોરબીના રફાળેશ્વર પાસે કુદરતી હાજતે ગયેલ પરિણીતાની છેડતી કરીને લાજ લૂંટવા નિર્લજ્જ હુમલો
મોરબીના મકનસર ગામે નજીવી બાબતે છરી વડે હુમલો કરનાર ત્રણની ધરપકડ
SHARE
મોરબીના મકનસર ગામે નજીવી બાબતે છરી વડે હુમલો કરનાર ત્રણની ધરપકડ
મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા નવા મકનસર ગામે નજીવી વાતે બોલાચાલી થયા બાદ મારામારીમાં છરી વડે હુમલો કરાયો બતો. ભોગ બનેલ યુવાને ચાર સામે ગુનો નોંધ્યો હોય ગણતરીના કલાકોમાં જ તાલુકા પોલીસે ત્રણની ધરપકડ કરી લીધેલ છે.
મોરબીના નવા મકનસર ગામે રહેતા કુંવરજીભાઇ બચુભાઈ પરમાર જાતે રાવળદેવ (૨૯) નામના યુવાન ઉપર તેમજ તેની સાથે સુરેશ ધના પરમાર અને ઘનશ્યામ ધનજી પરમાર એમ ત્રણ લોકો ઉપર ત્યાં જ રહેતા સુનિલ જેસીંગ, કિશોર બાબુ, આનંદ બાબુ અને કિશોરનો સાળો લાલો એમ ચાર ઇસમો દ્રારા હુમલો કરવામાં આવ્યો હતો. સારવાર બાદ કુંવરજીભાઇએ ઉપરોકત ચારેય સામે ફરિયાદ નોંધાવીને પોલીસને જણાવ્યું હતું કે "તમે આ બાજુ કેમ જાજરૂ જવા માટે આવો છો..?" તેમ કહીને ગાળો આપતા ગાળ દેવાની ના પાડી હતી જેથી કરીને ફરીયાદી કુંવરજીભાઇ તથા સુરેશ ધના પરમાર અને ઘનશ્યામ ધનજી પરમાર ઉપર હુમલો કરવામાં આવ્યો હતો ત્રણેયને ઢીકીપાટુનો માર મારીનેને સુનિલે કુંવરજીભાઇના માથાના ભાગે છરી ઝીંકી દીધી હતી. કુંવરજીભાઇ પરમારની ફરીયાદ ઉપરથી ગણતરીના કલાકોમાં જ તાલુકા પોલીસે સુનિલ જેસીંગ પરમાર (૧૯), કિશોર બાબુ ગોહેલ (૩૫) અને આનંદ બાબુ ગોહેલ (૩૦) ની મારામારીના ગુનામાં ધરપકડ કરેલ છે અને કિશોરનો સાળો લાલો ફરાર હોય તેને ઝડપી પાડવા માટે તાલુકા પાલીસ મથકના જે.પી.વસીયાણીએ આગળની તપાસ હાથ ધરેલ છે.
બે સ્થળોએ મારામારી
મોરબીના કંડલા બાયપાસ ઉપર આવેલા ૨૫ વારિયા વિસ્તારમાં બાળકોના ઝઘડામાં મોટાઓ ઝગડી પડ્યા હતા જે બનાવમાં અફસાનાબેન દિલાવર કટિયા (૧૯), રૂબીનાબેન આકાશ મિસ્ત્રી (૪૨) તથા હિનાબેન ગફાર જેડા (૬૦) ને મારામારીમાં ઇજા થતાં સારવારમાં ખસેડાયા હતા.જ્યારે મોરબીના રોલા રાતડીયાની વાડીમાં રહેતા દિલીપભાઈ દેવકરણભાઈ ડાભી (૩૦) તથા તેમના પત્ની મનિષાબેન દિલીપભાઈ (૨૮) ને મારામારીના બનાવમાં ઇજા થતા બંનેને સિવિલ હોસ્પિટલે સારવારમાં ખસેડાયા હતા. દંપતિને બે ઈસમોએ બાઈક ચલાવવાની બાબતમાં થયેલ ઝઘડા અને બોલાચાલી બાદ માર માર્યો હોય બંને બનાવોની એ ડીવીજન પોલીસ મથકના વી.પી.છાસીયાએ તપાસ હાથ ધરી છે.