મોરબી નવયુગ પ્રેપ સેક્સનમાં એન્યુઅલ ફંક્સન તરંગનું ધમાકેદાર આયોજન કરાયું હતું
SHARE







મોરબી નવયુગ પ્રેપ સેક્સનમાં એન્યુઅલ ફંક્સન તરંગનું ધમાકેદાર આયોજન કરાયું હતું
મોરબીમાં નવયુગ પ્રેપ સેક્શન નવયુગ ઇંગ્લીશ મીડીયમની ત્રણેય બ્રાન્ચના એન્યુઅલ ફંકશન નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નાના નાના બાળકોએ અલગ અલગ થીમ પર પોતાની પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું જેમકે સોશિયલ મેસેજ થીમ, પ્રી સ્કૂલની શિક્ષણ પદ્ધતિ થીમ , એન્ટરટેનમેન્ટ થીમ ઉપરાંત સ્વર્ગની યાત્રા પણ કરાવી દીધી હતી આ સાથે સાથે ઘણા સ્ટુડન્ટ્સે એન્કરીંગ કરીને આટલી નાની ઉંમરે એક પ્રતિભાશાળી વક્તા જેવું પ્રદર્શન કર્યું હતું ત્યારે સ્કૂલના બાળકોના મમ્મીઓએ પણ આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈને ખુબ સરસ કૃતિનું પર્ફોમન્સ કર્યું હતું આ તમામ પ્રોગ્રામને સફળ બનાવવા માટે ડિરેક્ટર દુષ્યંતભાઈ પટેલ અને પ્રિન્સિપલ મંજુબેન પરેચાના નેતૃત્વ હેઠળ નવયુગ પ્રેપ સેક્શનની ત્રણેય સ્કુલના તમામ કોર્ડીનેટર અને ટીચર્સ નવયુગ એકેડમીના તમામ સ્ટાફ મિત્રોએ કાર્યક્રમ ને સફળ બનાવવામાં ખુબ મહેનત કરી હતી આ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયા, રંજનબેન કાંજીયા, ડો. સતિષભાઈ પટેલ, હંશરાજભાઈ ગામી, રાજેશભાઈ કુંડારીયા, જીતુભાઇ એરવાડીયા, ડો. દીપકભાઈ અઘારા, ડો. તૃપ્તિ સવારીયા સહિતના હાજર રહ્યા હતા અને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા અને તમામ પેરેન્ટ્સનો પણ ખૂબ સપોર્ટ રહ્યો હતો મોરબી નવયુગ સંકૂલ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં વકીલ કિશોરભાઇ બોપલિયાના દીકરા ભવ્ય કિશોરભાઇ બોપલિયાએ ભગવાન રામનું મંદિર અયોધ્યામાં બની રહ્યું છે તેને લગતી સ્પીચ આપીને સહુને મંત્રમુગ્ધ કરી દીધા હતા
